ગાંધીધામ, તા. 15 : રાપરના કીડિયાનગરમાં સીમ વિસ્તારમાં
જુગાર રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડ
રૂા. 11,450 જપ્ત કરાયા હતા. કીડિયાનગર
ગામમાં દરબારગઢ નજીક ડુંગર નીચે બાવળની ઝાડીમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેવામાં
અચાનક પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ ખેલીઓમાં નાસભાગ થઈ પડી હતી, જેમાં કરશન પપ્પુ ભરવાડ, સુરા માંડણ સોલંકી તથા અન.જાતિના વીરા ખીમા નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા
હતા. જ્યારે મનજી ગણેશ દુબરિયા અને નારૂદાન કરણીદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી.
અહીંથી પોલીસે રોકડ રૂા. 11,450 તથા
ચાર બાઈક, એક મોબાઈલ એમ કુલ રૂા. 66,450નો મુદ્દામાલ હસ્તગત કર્યો
હતો.