• ગુરુવાર, 16 જુલાઈ, 2026

પૂર્વ કચ્છ : ચાર કાર્યવાહી દરમ્યાન 4.76 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છમાં પોલીસે જુદી-જુદી જગ્યાએ દારૂ અંગેની કાર્યવાહી કરીને રૂા. 4,76,419નો દારૂ જપ્ત કર્યો હતો. આ કામગીરીમાં ત્રણ શખ્સોની અટક કરાઇ હતી, જ્યારે એક શખ્સ ગેરહાજર મળ્યો હતો. રાપરના મોમાયમોરા ગામથી પાબુદાદાનાં મંદિરે જવાના માર્ગ પર પસાર થઇ રહેલી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં આવી રહેલી કાર નંબર જી.જે.-02-બીડી-8106 અટકાવી તપાસ કરાતાં તેમાં દારૂ નીકળી પડયો હતો. દરમ્યાન કારચાલક વિપુલજી ચમનજી ઝીબા (ઠાકોર)ની અટક કરી ગાડીમાંથી વાઇટલેસના 574 ક્વાર્ટરિયા, ગ્લોબસના 1056 ક્વાર્ટરિયા, ઓરેન્જ હિલ વોડકાની 22 બોટલ  તથા કિંગફિશર બિયરના 233 ટીન એમ કુલ રૂા. 2,59,589નો દારૂ જપ્ત કરાયો હતો. તેને આ દારૂ ઓગડ-થરાના ઋત્વિકસિંહ ભરતસિંહ મકવાણાએ આપ્યો હતો અને રાપરના વિશાલ સુરેશ મણકાને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. વધુ એક કાર્યવાહી પલાસવામાં કરવામાં આવી હતી. ગામમાંથી નરેન્દ્ર ઉર્ફે નરૂ ગણેશ દશાણી (રજપૂત)ની અટક કરી તેના કબજાનાં મકાનમાંથી ગ્રીન લેબલની 35 બોટલ, કાઉન્ટી ક્લબની 96, ગ્રીન લેબલના 180 ક્વાર્ટરિયા, કિંગફિશરના 120 ટીનમૂનવોકના 144 કવાર્ટરિયા, વ્હાઇટલેસ વોડકાના 131 ક્વાર્ટરિયા, ઓફિસર ચોઇસના 48 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 1,18,925નો શરાબ જપ્ત કરાયો હતો. તેને આ દારૂ રાધનપુરનો પોપટ રણછોડ ઠાકોર નંબર વગરની કારમાં અહીં આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ત્રીજી કાર્યવાહી પડાણા સીમમાં મિની પંજાબ હોટેલ પાછળ પડાણાથી ગળપાદર જતા માર્ગ પાસે ઝાડીમાં કરવામાં આવી હતી. અહીં દારૂ સંતાડી સગેવગે કરવાની ફિરાકમાં રહેલા  ધુબોજ્યોતિ રણજિત કવીટા (રહે. કેડિયા બેન્સાની ઓરડીમાં)ની પોલીસે અટક કરી અહીંથી રૂા. 74,400નો દારૂ જપ્ત કર્યો હતો. તેને આ માલ રાહુલ નામનો શખ્સ આપી ગયો હતો. ગાંધીધામના ગળપાદરમાં આવેલા રાજવીનગરમાં પણ પોલીસ ત્રાટકી હતી. મકાન નંબર 65માં છાપો મારી અહીંથી રૂા. 23,505નો શરાબ હસ્તગત કરાયો હતો, પણ આરોપી જયેશ માલશી સોલંકી ગેરહાજર મળ્યો હતો. 

Panchang

dd