ભુજ, તા. 14 : શહેરના મહાવીરનગરની મંગલાચરણ
કોલોનીમાં ઘરના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતી છ મહિલાને પોલીસે પકડી કાયદેસરની
કાર્યવાહી કરી હતી. ગઈકાલે સાંજે મહાવીરનગર-જયનગરની બાજુમાં મંગલાચરણ કોલોનીમાં શ્રુતીબેન
કૃષ્ણદીપસિંહ જેઠવાના ઘરના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા શ્રુતિબેન ઉપરાંત નયનાબેન
મનીષભાઈ સોની, રોશનબેન જુસબ સમા,
હંસાબેન દશરથભાઈ ઠક્કર, રક્ષાબેન અવનીશભાઈ ઠાકોર
(રહે. તમામ ભુજ) અને ધુનીબેન કાનજીભાઈ આહીર (રહે. સુમરાસર-શેખ)ને રોકડા રૂા. 26,200ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન
પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.