ભુજ, તા. 14 : શહેરમાં વ્યાજે લીધેલા રૂપિયા
બાબતે પઠાણી ઉઘરાણી થતાં ફરિયાદ નોંધવાઇ છે.
બી-ડિવિઝન પોલીસ મથકે, રહીમનગરમાં
રહેતા અમીન મોહમદ હનીફ સોઢાએ આરોપીઓ રજાક અલી ઉર્ફે બોડો બાફણ, રાહુલ ઉર્ફે ભોલો પરમાર, હનીફ કોરાર, અશગર ઉર્ફે ભાવેશ સૈયદ ( રહે. તમામ ભુજ) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ નાણાં વ્યાજે ધીરવાનો તેમજ વધારે વ્યાજ
લેવાનો ધંધો કરી ફરિયાદી અને સાહેદને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન 8 લાખ રૂપિયા માસિક 10 ટકા વ્યાજે આપ્યા હતા. જે પેટે
36 લાખ રૂપિયા લઈ વધુ વ્યાજની
માગણી કરી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી રૂપિયા અને ટુ-વ્હીલર એકસેસ
પડાવી લેવા માટે દબાણ કરતા હતા. આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.