ભુજ, તા. 14 : આજે ગંજીપાના વડે જુગાર રમતા
ભુજમાંથી ત્રણ મહિલા સહિત પાંચ અને કુકમામાં 10 ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. ભુજના મિરજાપર માર્ગે શુભમ કે
માર્ટની સામે આજે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા જગદીશ ઘેલાભાઇ બારોટ, મંજુબેન ઘેલાભાઇ બારોટ, પિન્કી બાબુભાઇ પિત્રોડા, લીલાબેન સંજયભાઇ સરદાર અને
રેશ્માદે રવિનાદે પિત્રોડા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 3660ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન
પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજીતરફ કુકમામાં બી.એમ.સી.બી. કોલોનીની
અંદર લીમડાના ઝાડની નીચે આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા રાહુલ કેદારસિંહ કિશર, તેજપ્રતાપ રામધની કેવટ, વિષ્ણુરામ શ્યામલાલ મેઘવાળ, અજય લક્ષ્મીનારાયણ તોમર,
અજયકુમાર સુફલદાસ બૈરાગી, શૈલેષ મેહાભાઇ રાવળ,
જોગબંધુ ભુરુભાઇ મહંતો, કમલેશકુમાર રાજેન્દ્ર ઉઇકે,
શરીફ અબ્દુલ રહેમાન શેખ અને અરવિંદકુમાર શિવ ઉરાવ (રહે. તમામ કુકમા)ને
રોકડા રૂા. 17,100 અને
નવ મોબાઇલ ફોન કિં. રૂા. 45,000 એમ
કુલે રૂા. 62,100ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.