• શનિવાર, 11 જુલાઈ, 2026

પડાણામાં શંકાસ્પદ સી.પી.યુ. તેલ સાથે શખ્સની અટકાયત

ગાંધીધામ, તા. 10 : પડાણા ગામની સીમમાં આવેલી એક કંપનીની ઓરડીમાંથી રૂા. 19,500ના શંકાસ્પદ સી.પી.યુ. તેલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પડાણાની સીમમાં આવેલી ગ્લો ઇન્ડિયા નાઇસલુક પ્રા. લિમિટેડ નામની કંપનીમાં એક ઓરડીમાં શંકાસ્પદ તેલનો સંગ્રહ કરાયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઓરડીમાંથી રમેશકુમાર અશોકકુમાર અરોપા નામના શખ્સને પકડી પાડી અહીંથી 35 લિટરના સાત તથા 20 લિટરની ક્ષમતાના ચારે કેરબા એમ કુલ રૂા. 19,500નું સી.પી.યુ. તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ તેલ ક્યાંથી આવ્યું ? અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે ? કંપનીના સંચાલકોની  ભૂમિકા શું છે ? તે સહિતની વિગતો બહાર આવી નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd