• શનિવાર, 11 જુલાઈ, 2026

કુંદરોડીમાં લોખંડના પાઈપ વડે વૃદ્ધની હત્યા કરનારા બંને આરોપી ઝડપાયા

ભુજ, તા. 10 : મુંદરા તાલુકાના કુંદરોડીમાં વાહન રાખવા જેવી નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરી નાસી જનારા બંને આરોપીની પ્રાગપર પોલીસે ગણતરીના કલાકોમાં અટક કરી લીધી હતી.પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપીઓ ઈમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજિતસિંહ સોઢાને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી હતી. દરમિયાન ટેકનિકલ તથા માનવીય સંદર્ભો મારફતે મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બંને આરોપીને ઝડપી લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 7-7ના વાહન રાખવા જેવી બાબતનું મનદુ:ખ રાખી આરોપી ઈમ્તિયાઝ અને હરદીપસિંહે હતભાગી અબ્દુલ્લા હુસેન પઠાણ (ઉ.વ. 73)ના માથા, કાન, આંખ તથા હાથ-પગ પર લોખંડના પાઈપ ફટકારી હત્યા કરી નાસી  ગયા હતા. આ કામગીરીમાં પ્રાગપર પીઆઈ એ.કે. ભરવાડ, મુંદરા મરીન પીઆઈ ડી.એમ. ઝાલા તથા એએસઆઈ રવજીભાઈ, ગોપાલભાઈ, હેડ કોન્સ. ઈશ્વરભાઈ, રાજભાઈ જેસર, કોન્સ. સામતભાઈ ગઢવી, લાલજીભાલ આલ, કલ્પેશભાઈ, એલસીબી સ્ટાફના મહેશભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

Panchang

dd