ભુજ, તા. 4 : વર્ષ 2025ના ડિસેમ્બરમાં ધારિયા વડે
પત્નીની હત્યા કરનારા પતિ ફિરોજ ઉર્ફે હાજી ઇબ્રાહીમ સીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં
તેની ધરપકડ થઇ હતી. આરોપીએ જામીન ઉપર મુક્ત થવા ભુજની સેશન્સ કોર્ટમાં અરજી કરતાં બંને
પક્ષકારની દલીલો બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આરોપી વતી વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઇ.
સમા, વી.કે. સાંધ, ડી.સી. ઠક્કર,
ગૌતમ મહેશ્વરી, અભિજિત બુદ્ધભટ્ટી, પરવેઝ એ. સમા હાજર રહ્યા હતા.