• બુધવાર, 01 જુલાઈ, 2026

આદિપુરમાં 45 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડ

ગાંધીધામ, તા. 30 : આદિપુરમાં મુંદરા સર્કલ નજીક ઝૂંપડામાં રૂા. 45,400ના ગાંજા સાથે એક મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. આદિપુરમાં મુંદરા સર્કલની આસપાસ દેશી દારૂના અનેક પોઇન્ટ જાહેરમાં ધમધમતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. માર્ગ પરથી પસાર થતાં લોકોને નરીઆંખે તે દેખાય છે તેવામાં હવે અહીંથી ગાંજો પણ મળતાં લોકોમાં ચકચાર પ્રસરી છે. અહીં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર કુંવરબેન જયંતી દેવીપૂજક નામની મહિલા ગાંજો વેચતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેના ઝૂંપડામાંથી રૂા. 45,400ના 900 ગ્રામ ગાંજા સાથે આ મહિલાની પોલીસે અટક કરી હતી. તેણે આ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો, તે બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd