• સોમવાર, 08 જૂન, 2026

ધમડકા : ત્રણ વાડીમાંથી 30 હજારના વાયરની તસ્કરી

ગાંધીધામ, તા. 7 : અંજાર તાલુકાના ધમડકા ગામની સીમમાં આવેલી ત્રણ વાડીઓમાંથી નિશાચરોએ રૂા. 30,000ના 110 મીટર વાયરની ચોરી કરી હતી. ધમડકામાં રહેનાર ખેડૂત ધરમશી મણિલાલ પંડયા ગત તા. 3/5ના સવારે પોતાની વાડીએ ગયા હતા, જ્યાં પાણી ખેંચવા મોટર ચાલુ કરવા જતાં ચાલુ થઈ નહોતી. તેમણે તપાસ કરતા ઓરડીથી બોર સુધીનો 10 એમ.એમ.નો 40 મીટર વાયર કાપીને લઈ જવાયો હોવાનું જણાયું હતું. બાદમાં પાડોશમાં તેમના ભાઈ કરશનભાઈ પંડયાને  ત્યાં તપાસ કરતાં ત્યાંથી પણ 40 મીટર વાયરની તફડંચી થઈ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં બુઢારમોરાની સીમમાં આવેલી લાલજી લધાભાઈ સથવારાની વાડીમાંથી પણ 30 મીટર વાયર લઈ જવાયો હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણ વાડીઓમાંથી નિશાચરોએ ગત તા. 2 અને 3ની રાત્રિ દરમ્યાન હાથ માર્યો હતો. રૂા. 30,000ના વાયર ચોરીના બનાવ અંગે દુધઈ પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd