• રવિવાર, 07 જૂન, 2026

રાજ્યના પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી): ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે 1993 બેચના આઈપીઅસેસ અધિકારી જી. એસ. મલિકની કાયમી નિમણૂક કરી છે. અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અને સરહદી ગુનાઓના નિષ્ણાત મનાતા જી. એસ. મલિક હવે રાજ્ય પોલીસ દળના સર્વોચ્ચ પદની જવાબદારી સંભાળશે. છેલ્લા પાંચ મહિનાથી કે. એલ. એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતા. પરંતુ હવે સરકાર દ્વારા કાયમી ડીજીપી તરીકે જી. એસ. મલિકની પસંદગી કરવામાં આવી છે.  જી. એસ. મલિકની નિમણૂક બાદ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી પડશે.  જેના કારણે હવે નવા પોલીસ કમિશનરની નિમણૂક પર સૌની નજર છે. બીજી તરફ, કે. એલ. એન. રાવ સીઆઈડી ક્રાઈમ અને જેલ વિભાગમાં યથાવત રહી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. રાજ્ય પોલીસ તંત્રમાં થયેલા આ મોટા ફેરફારને મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.  અહીં નોંધવું ઘટે કે, જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જાનિયારિંગમાં બી.ટેક. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. કર્યું છે. તાલીમ પછી તેઓની એ.એસ.પી. ભુજ તરીકે નિમણુંક થઈ હતી. તેઓએ છ જિલ્લાઓ (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, ભરૂચ અને કચ્છ) ના જિલ્લા એસ.પી. અને 4 રેન્જ (બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જ)ના વડા તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાતના રાજ્યપાલના એ.ડી.સી., અમદાવાદ શહેર ડીસીપી (ક્રાઈમ બ્રાન્ચ) અને અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં એડિશનલ કમિશનર તરીકે પણ સેવા આપી છે. સીઆઈડી (ક્રાઈમ), સીઆઈડી (ઈન્ટેલિજન્સ), એન્ટી કરપ્શન બ્યુરો, નશાબંધી અને આબકારી વિભાગ અને ગૃહ વિભાગમાં સચિવ તરીકે પણ તેઓએ સેવા આપી છે. તેઓ લગભગ પાંચ વર્ષ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર રહ્યા હતા. જે દરમ્યાન તેમણે લગભગ 4 વર્ષ સુધી જીએફઆઈજજી ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપી છે. આ કાર્યકાળ દરમિયાન તેમના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ભારતીય સેના અને વાયુસેનાના સહયોગથી કચ્છના હરામી નાળામાં પ્રથમ વાર એક અત્યંત સાહસિક 'હેલિબોર્ન ઓપરેશન' સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ જેના પરિણામે 11 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી અને છ પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 2002માં યુગોસ્લાવિયાના કોસોવોમાં એક વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના મિશન (ઞગ ઙયફભયસયયાશક્ષલ ખશતતશજ્ઞક્ષ) ખાતે પણ સેવા આપી છે. મલિક સેન્ટ્રલ ડેપ્યુટેશનથી ગુજરાતમાં તા.31.7.2023 ના રોજ પરત ફર્યા અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જોડાયા હતા. 

Panchang

dd