દયાપર (તા. લખપત), તા. 7 : આદિજાતિ વિકાસ
મંત્રાલય, ભારત જનભાગીદારી અભિયાન સબ સે દૂર સબ સે પહેલે
અંતર્ગત તાલુકાના પાનધ્રો ખાતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓને મળે તે
હેતુ કાર્ય શિબિર યોજાઇ હતી. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાઓ જેવી કે આધારકાર્ડ,
રાશનકાર્ડ, પેન્શન યોજના, દિવ્યાંગ પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, જાતિ પ્રમાણપત્ર, મનરેગા યોજના અંતર્ગતની કામગીરી પોષણ
અભિયાન અંતર્ગત મળતા લાભો, પી.એમ. માતૃવંદના યોજના, આયુષ્માન ભારત, ઇન્દ્રધનુષ, મુદ્રા
યોજના, ટીબીમુક્ત ભારત, પી.એમ. કિશાન યોજના
સહિત વિવિધ યોજના અંતર્ગત સમજણ અપાઇ. લાભાર્થીઓને સ્થળ પર આ યોજનાનો લાભ અપાયો હતો,
જેમાં 150 લાભાર્થીઓએ
લાભ લીધો હતો. આ પ્રસંગે મામલતદાર નવીનચંદ્ર મારૂ,
તા.વિ. અધિકારી ડી. સી. રાણા, ટી.એચ.ઓ.,
વિસ્તરણ અધિકારી, મદદનીશ આદિવાસી વિકાસ અધિકારી,
કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.