• રવિવાર, 07 જૂન, 2026

ભારતે ત્રીજીવાર જીત્યો અંડર-18 હોકી એશિયાકપ

ટોક્યો, તા. 6 : સેમિફાઇનલમાં પાકિસ્તાનને પછડાટ આપ્યા બાદ ભારતે શનિવારે વર્તમાન વિજેતા જાપાનને હરાવતાં ત્રીજીવાર અંડર-18 હોકી એશિયાકપ જીત્યો હતો. જાપાનને 4-1થી હાર આપીને યાદગાર વિજય મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા. સેમિફાઇનલના અંતિમ દોરમાં પાસા પલટી દેનાર આશિષ પૂર્તિએ ફાઇનલમાં પણ ત્રણ ગોલ ફટકારી દઇને ઐતિહાસિક જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. મેચની બીજી મિનિટે જ 1-0થી સરસાઇ મેળવ્યા બાદ ત્રીજા ક્વાર્ટરના અંત સુધી 4-0ની સરસાઇ સાથે ટીમ ઈન્ડિયાએ જીત પાકી કરી લીધી હતી. જાપાન તરફથી આખા મુકાબલામાં એક માત્ર ગોલ ચોથા કવાર્ટરમાં આવ્યો, પરંતુ તે ભારત સામે જીત માટે પૂરતો નહોતો. 

Panchang

dd