ભુજ, તા. 7 : શહેરના વોર્ડ નંબર ત્રણ હોટલ
ઈલાર્ક પાછળના ભાગે આવેલા શાત્રીનગરમાં દર ચોમાસે પાણી ભરાઈ જતું હોવાથી પુલિયો
બનાવવા રહેવાસીઓએ માંગ કરી છે. આ વિસ્તારમાં
આવેલા છેલા (આવ) પરથી શાત્રીનગર, રામનગરી,
રાજેન્દ્રનગર, ઉમરનગરી તેમજ કેમ્પ વિસ્તારની અવરજવર
છે, ચોમાસાં દરમ્યાન રામનગરી તેમજ આજુબાજુના વિસ્તારની ગટરનો
કાદવ બે ફૂટ જેટલો ભરાઈ જતો હોવાથી પગપાળા કે વાહન પણ ચાલી શકતા નથી, તો રાહદારીઓ માટે વરસાદી સિઝનમાં રસ્તો
બંધ થઈ જતો હોવાથી નાળાંમાં પાઈપ નાખી પુલિયો અથવા તો પાપડી બનાવી આપવા વોર્ડના નગરસેવિકા
ફાતમાબેન સમાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.