• સોમવાર, 08 જૂન, 2026

વરાડિયામાં તળાવ પાસે પત્તા ટીંચતા ત્રણ પકડાયા

ભુજ, તા. 7 : અબડાસા તાલુકાના વરાડિયામાં તળાવ પાસે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. કોઠારા પોલીસે બાતમીના આધારે વરાડિયા ગામની ઉત્તરે આવેલાં તળાવ પાસે આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ઉમર અભુભખર મેમણ, ઉમર આમદ મંધરા અને શંકર આચર (રહે. ત્રણે વરાડિયા)ને રોકડા રૂા. 970ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd