ભુજ, તા. 7 : નખત્રાણા મામલતદાર અને ટીમ
દ્વારા ગઈકાલે નખત્રાણાના કોટડા (જ.) બાજુથી ઓવરલોડ ખનિજ ભરેલાં બે ડમ્પર જપ્ત કરી
કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ અંગે જાહેર કરાયેલી વિગતો મુજબ ગઈકાલે નખત્રાણા તાલુકામાં
પ્રાંત અધિકારીની સૂચનાના પગલે નખત્રાણા મામલતદાર અને તેમની ટીમ દ્વારા ખનિજચોરી તથા
ખનિજ વહન કરતાં વાહનોની આકસ્મિક તપાસ કરતા કોટડા (જ.) રોડ પરથી બે ડમ્પર નં. જીજે-12-સીટી 7154 અને જીજે-39-ટીએ-9254વાળામાં બ્લેકટ્રેપ (ખનિજ)
ભરેલા હતા, જેની પાસ-પરમીટ ચકાસતાં
વાહનોમાં પ્રાથમિક દૃષ્ટિએ ઓવરલોડ જણાતાં વજન કરાવાયું હતું. આમાં પ્રથમ ડમ્પરમાં ક્ષમતા
કરતા 11.70 મેટ્રિક ટન અને બીજા ડમ્પરમાં
પણ 15.36 મેટ્રિક ટન બિનઅધિકૃત/ ઓવરલોડ
જથ્થો ખનિજનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું માલૂમ પડતાં વાહનો તથા ખનિજ એમ કુલ રૂા.
72,20,500નો મુદ્દામાલ સીઝ કરી નખત્રાણા
પોલીસ મથકે રાખી અને ભૂસ્તરશાત્રી કચ્છ-ભુજ વિભાગને આગળની દંડકીય કાર્યવાહી કરવા જણાવાયું
છે.