• સોમવાર, 08 જૂન, 2026

માધાપરમાં મહિલા પર હુમલો થતાં ફરિયાદ દાખલ

ભુજ, તા. 7 : તાલુકાના માધાપર ગામે હાઇવે પર આશાપુરા આર્ટ નામની દુકાને ગઇકાલે સાંજે જૂની અદાવતને લઇને મામલો બિચક્યો હતો. ફરિયાદી રેખાબેનના જણાવ્યા પ્રમાણે આરોપી આસિફ અબ્દુલ મજીદ ખલીફા સામે સાહેદ દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાં આરોપી અન્ય સાહેદને સમાધાન કરવા ધમકાવતો હોઇ ફરિયાદી સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીએ ગાળો  આપી દુકાનમાંથી ધોકો લાવી માર મારી ઇજા પહોંચાડી હતી. માધાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd