ભુજ, તા. 19 : શહેરના કંસારા બજાર સહિત અન્ય
વિસ્તારોમાં ફરી રાત્રે બહાર પડી રહેતા ટુ -વ્હીલર તેમાંય ખાસ કરીને બાઈકમાંથી પેટ્રોલ
ચોરીના બનાવોનું પ્રમાણ વધતાં લોકોમાં ઊચાટ ફેલાયો છે. લોકોના જણાવ્યા મુજબ અગાઉ આવી
ઘટનાઓ બનતી, પરંતુ અસરગ્રસ્તોની રજૂઆતને
બદલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાતાં ચોરીમાં રોક આવી હતી, પરંતુ પુન: આવી હરકતો સામે આવતાં પોલીસ પેટ્રોલિંગ શરૂ થાય એવી માગણી ઊઠી છે.
હાલમાં કરાતી પેટ્રોલ ચોરીમાં ટાંકીમાંથી પેટ્રોલની ઉઠાંતરી કરવાને બદલે સીધેસીધી પાઈપલાઈન
એન્જિન સાથે જોડી દઈ ચોરી કરવાનો નવો જ કીમિયો શોધી કાઢવામાં આવ્યો છે. ચોરી કરનાર
લોકોની નજરથી બચવા બાઈક પાસે ઊભા રહેવાને બદલે દૂર ઊભા રહે છે. એકાદ ઘટના છતી થઈ જતાં
લોકો પડકારતાં આવારા તત્ત્વો પોબારા ભણી ગયા હતા. આવા ચોરીના બનાવો અટકાવવા નિયમિત
પેટ્રોલિંગ માટે માંગ પ્રબળ બની છે.