ભુજ, તા. 9 : કચ્છની સરહદે ખાવડા બાજુના
સોલાર પાર્કમાં ચાર મહિના પહેલાં પાકિસ્તાની પકડાયો હતો. જે અંગે હવે ફરિયાદ દાખલ કરવામાં
આવી છે. આ બાબતે ખાવડા
પોલીસ મથકે ગઈકાલે નોંધાયેલી ફરિયાદ મુજબ માર્ચ મહિનામાં એટીએસ અને આઈબી દ્વારા આ યુવકને
પકડી લેવામાં આવ્યો હતો. તેણે જે-તે સમયે કહ્યું કે,
ઘરે પરિવાર સાથે ઝઘડો થયો હતો. અને હિન્દુસ્તાન જાઉં છું તેમ કહીને સીમા
ઓળંગીને સોલાર પાર્કમાં પહોંચી આવ્યો હતો. ત્યારે તે સગીરવયનો હતો. એટીએસ દ્વારા તેની
પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેને જેઆઈસીના હવાલે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના
સિંધ પ્રાંતના મીઠી થરપારકમાં રહેતો 18 વર્ષીય યુવક લવકુમાર સ્વરૂપચંદ દેવ ઉર્ફે પટેલ (ભીલ) નામનો યુવક
કોઈ પણ જાતના પાસ-પરમીટ કે વીઝા વગર આંતરારાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનમાં ભારતમાં ઘૂસી
આવતા ફોરેન્સ એક્ટ તળે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.