• બુધવાર, 16 જુલાઈ, 2025

ભુજમાં બે કિલો ગાંજાના જથ્થા સાથે બે ઈસમ પકડાયા

ભુજ, તા. 9 : નશાખોરીની બદી ફૂલીફાલી છે અને હાલ યુવાનો નશાની નાગચૂડમાં ફસાઈ રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે ભુજમાં બે ઈસમને માદક પદાર્થ ગાંજાના બે કિલો જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા અને બે શખ્સનાં નામ ખુલ્યાં છે.  ગઈકાલે બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભુજના હરિપર માર્ગે 50 હજારની કિંમતની એકસેસ મોપેડ જીજે-12-એચસી-4385ની ડેકીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.003 કિલોગ્રામ કિં.રૂ. 20,030 અને બે મોબાઈલ કિં.રૂા. 10,000 તેમજ રોકડા રૂા. 4150 એમ કુલ રૂા. 84,180ના મુદ્દામાલ સાથે જાસ્મીનદે ઉર્ફે અકરમ ઉર્ફે કટુદે  અયુબ નારેજા (મમણ) (રહે. મઠ ખાતે મચ્છી માર્કેટની બાજુમાં, ભુજ) તથા જુમા હાસમ મોખા (રહે. બાપાદયાળુ નગર, રેલવે સ્ટેશન પાસે, ભુજ)ને ઝડપી લીધા હતા. આ ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે પોલીસે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, થરાવડાથી બાવા તરીકે ઓળખાતા શખ્સ પાસેથી લાવ્યા હતા અને ભુજના મામદ ઉર્ફે દદુ જુસબ ખારાએ રૂપિયા આપી અમારી પાસેથી મગાવ્યો હતો. આમ પોલીસે ચારેય વિરુદ્ધ એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.  

Panchang

dd