• રવિવાર, 06 જુલાઈ, 2025

ચુબડકની કંપનીમાંથી 1.60 લાખના મતાની ચોરી : ચોકીદાર જ ચોર હોવાનો નિર્દેશ

ભુજ, તા. 5 : તાલુકાના ચુબડકની ખાનગી કંપનીમાંથી બે માસ પૂર્વે રૂા. 1.60 લાખના મુદ્દામાલની ચોરી થતાં ચોકીદાર તથા તેના મિત્રે ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ચુબડકની સીમમાં આવેલી એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલના યુનિટ-2 પ્લાન્ટના સુપરવાઈઝર લલિતભાઈ વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 4/4ના સવારે તેઓ પ્લાન્ટમાં આવ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડ મનીષ સુબે તથા સાજનસિંઘ શોધખોળ કરતા હતા. ફરિયાદીએ આ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તે બંને તથા સિક્યુરિટી ગાર્ડ દીપેન્દ્રસિંહ રાજપૂત (મૂળ મધ્યપ્રદેશ) હતા, ત્યારે દીપેન્દ્રસિંહનો મિત્ર રામપાલ સોલંકી અહીં આવ્યો હતો અને બધા સાથે જમ્યા બાદ દીપેન્દ્રસિંહે કહ્યું, તમે બધા સૂઈ જાવ, હું પછી તમને જગાડીશ. આ બાદ દીપેન્દ્રસિંહ અને તેના મિત્ર રામપાલ બંને ગેટ ઉપર વાતો કરતા ચોકી કરતા હતા. સવારથી બંને જોવામાં આવતા નથી અને ફોન પણ બંધ આવે છે. પ્લાન્ટમાં ચોરી થઈ હોય તેવું લાગે છે. આ બાદ તપાસતાં પ્લાન્ટમાં મોટરો તથા સ્ટોર રૂમનું લોક તોડી ઈલેક્ટ્રિકલ્સ મટિરિયલ્સમાં બેટરી, વેલ્ડીંગ પેટી વિગેરે મળી અંદાજે કિં. રૂા. 1.60 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchang

dd