• રવિવાર, 06 જુલાઈ, 2025

કચ્છમાં ત્રણ માસમાં 12 પાસામાં ધકેલાયા

ભુજ, તા. 5 : કચ્છ જિલ્લામાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે ત્રણ માસ દરમ્યાન 12 પાસાના હુકમ કરવામાં આવ્યા છે. અસામાજિક પ્રવૃત્તિઓ આરોપીઓ વિરુદ્ધ રજૂ થયેલી દરખાસ્ત મુજબ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદા-જુદા ગુનાકામે પકડવામાં આવેલા બે આરોપી વિરુદ્ધ કલેક્ટર અને  જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે આરોપીઓને અટકાયત કરવા હુકમ કરવામાં આવ્યા છે. આવા આરોપીઓ સામાજિક અને જાહેર-વ્યવસ્થા માટે ખતરારૂપ તેમજ જાહેર જનતામાં માથાભારે હોવાની દહેશત ઊભી કરતા હોઇ તેમની આવી પ્રવૃત્તિઓને જડમૂળથી ડામી દેવી અતિ આવશ્યક છે. આવા ઇસમોની ભૂમિકાઓ જોતાં તેમની આવી અસામાજિક પ્રવૃત્તિઓ સમાન્ય કાયદાથી તાત્કાલિક અટકાવી શકાય તેમ ન હોઇ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ 1985 હેઠળ જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અટકાયત અંગે વધુ બે હુકમ કરી છેલ્લા ત્રણ માસમાં કુલ 12 જેટલા પાસા અટકાયતના હુકમ કરવામાં આવ્યા હોવાનું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd