ગાંધીધામ, તા. 5 : આદિપુરમાં યુવતીનો ફોટો અને
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મુદ્દે શખ્સ વિરુદ્ધ વિધિવત રીતે ગુનો નોંધાયો
હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,
આરોપી નારણયસિંગ કેશરસિંગ રાવતે
ખોટાંનામે ઠગાઈ કરવાના ઈરાદે 20 વર્ષીય વિદ્યાર્થીનાં નામની ઈન્સ્ટાગ્રામ ઉપર ખોટી આઈડી બનાવી હતી. આ ઉપરાંત
તહોમતદારે બદઈરાદે ફરિયાદી સાથેના ફોટો અને
વીડિયો ઈન્સ્ટાગ્રામ માધ્યમ ઉપર વાયરલ કર્યા હતા. આ બનાવ ગત તા.23/5/2025થી અલગ-અલગ તારીખ અને સમયે
બન્યો હતો. આ ઉપરાંત આરોપીએ ભોગ બનનારની પ્રાઈવેસી
તથા તેમજ તેમના પરિવારની આબરૂને ક્ષોભજનક
સ્થિતિમાં મુકી બદનક્ષી અને છેતરાપિંડી કરી હતી. વધુમાં ફરિયાદીના પરિવારનો
સમાજમાં મોભો, મર્યાદા અને લાગણીઓને ભંગ કરતો ગુનો આચરવામાં આવ્યો હોવાનું
ફરિયાદમાં જણાવાયું છે.