• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

પૂર્વ કચ્છમાં મારામારીના પાંચ બનાવમાં નવ જણ ઈજાગ્રસ્ત

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છમાં મારામારીના જુદા-જુદા બનાવમાં 9 લોકોને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી આ પાંચેય બનાવો અંગે પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ હતી. રાપર તાલુકાના માખેલ ગામે હનુમાનજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. ખેતરમાં ગૌવંશ ઘુસી જતા તેની નુકસાની મુદે આ બનાવ બન્યો હતો. આરોપી સાગર નરભેરામ મારાજ, હરિ નરભેરામ મારાજ, દેવા નરભેરામ મારાજ, નેણશી નથુ મારાજ, ભરત બળદેવ મારાજે લાકડી, ધારિયા અને છુટ્ટા પથ્થરો વડે હુમલો કરી બનાવના ફરિયાદી રણછોડ વેલા ભરવાડ તથા સુરેશ, રમેશ શકતા ભરવાડ અને બાબુ જોધા ભરવાડને ઈજાઓ પહોંચી હતી. બનાવમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. મારામારીનો બીજો બનાવ રાપરના વોકળા વિસ્તારમાં બન્યો હતો. આરોપી ભરત પાંચા પરમારે રસ્તામાં પાણી નીકળવા મુદે મનદુ:ખ રાખી ફરિયાદી કાંતિ ધનજી રાઠોડ તથા ધીરજ ઉપર છૂટ્ટા પથ્થરના ઘા કર્યા હતા. જેમાં ધીરજને જડબામાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ગાંધીધામમાં ઈફકો પાછળ જગજીવન નગર વિસ્તારમાં ચબુતરા પાસે એકઠા થયેલા મિત્રોને હરેશ ઉર્ફે નરેશે મસ્તી કરવાની ના પાડતા બાદલ મહેશ્વરી, સાહિલ રતડ, શ્યામ બાબુ મહેશ્વરી, રમેશ ગોપાલે તેને માર માર્યો હતો તેમજ બાદલે ખિસ્સામાંથી બ્લેડ કાઢી હરેશને મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારામારીનો વધુ એક બનાવ સામખિયાળીમાં આંબલિયારા રોડ નજીક બ્રાહ્મણ સમાજવાડીમાં બન્યો હતો. ફરિયાદ ભાવેશ બાબુલાલ શંખોલ (મારાજ) તથા પ્રકાશ સમાજવાડીમાં ઊભા હતા ત્યારે નવીન બાબુ મણકા, હંસરાજ જખુ મણકા, રામજી ઉર્ફે હકુ કેસર મણકા ત્યાં આવ્યા હતા અને અગાઉ થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. મારામારીનો પાંચમો બનાવ ગઈકાલે રાત્રે બન્યો હતો. ફરિયાદી શ્યામ બાબુ દેવરિયા (મહેશ્વરી) પોતાના ઘરે હતા ત્યારે જગજીવન નગર મહેશ્વરી સમાજના પ્રમુખ પરબત ઉર્ફે પાલા કોચરા, પુનમ પાલા કોચરા, અજય હરિ કોચરા, હિતેશ પાલા કોચરા ત્યાં આવી બાદલ કયાં છે તે વારંવાર ઝઘડો કરે છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી તેમના પર લાકડી વડે હુમલો કરાયો હતો. જેમાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે પાંચેય બનાવો અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang