• ગુરુવાર, 19 માર્ચ, 2026

માધાપરમાં પોલીસે બ્લેક ફીલ્મ અંગે કાર્યવાહી કરતા પિતા પુત્રએ કરી બબાલ

ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના માધાપરમાં પોલીસ સાથે જપાજપી કરનારા પિતા પુત્ર સામે ગુનો દર્જ કરાવાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં બાપા સીતારામ મઢુલી પાસે  બન્યોહતો.પોલીસ કર્મચારી સિધ્ધ્રાજસિંહ રાણાજી ગોહેલે આરોપી ગૌતમ બળવંત રાવલ અને બળવંત જીતેન્દ્રભાઈ રાવલ સામે ફરીયાદ નોંધાવી છે. માધાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ફરીયાદી પોલીસ કર્મી ટ્રાફીક નીયમનની કામગીરીમાં હતાં. આ દરમ્યાન રોડ ઉપરથી કાળા કલરની મહિન્દ્રા થાર કંપનીની ગાડી પસાર થઈ હતી તેનાકાંચ ઉપર બ્લેક ફીલ્મ લાગેલી હતી.આ વાહન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ગયા  હતાં. આ દરમ્યાન આરોપી પિતા પુત્રોએ ગાડી ચાલકની પેરવી કરી કાયદેસરની કાર્યવાહી ન કરવા નું  કહી રોફ જમાવ્યો  હતો અને જપાજપી પણ કરી હતી. પોલીસ કર્મચારીઓને  સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે ફરજ રૂકાવટ સહીતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd