ભુજ, તા. 19 : તાલુકાના નિરોણા વિસ્તારમાં
મેડીસર ગામના સીમ વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિ ઝડપાઈ હતી. પોલીસે આરોપીના વાહન નં.
જીજે 12 એએચ 3803ના આધારે પગેરું દબાવવા સહિતની
કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ,
પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મેડીસર ગામની સીમ હદમાં
અમુક ઈસમો બાઈક નં. જીજે 12 એએચ 3803વાળી લઈને શિકાર કરવા આવેલા
હતા, જેમને પકડવા જતાં નાસવા લાગ્યા હતા. અલબત્ત,
પોલીસે વાહન કબજે લઈ નખત્રાણા પૂર્વ રેન્જ વન વિભાગને સોંપ્યું હતું
અને આરોપીઓને પકડવા સહિતના ચક્રો ગતિમાન કર્યા હતા.