ગાંધીધામ, તા. 7 : અંજારના નાગલપરમાં રહેનાર નંદની
બાબુ આહીર (ઉ.વ. 20) નામની યુવતીએ
ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો તેમજ અંજારમાં અગાઉ ઝેરી જંતુ કરડી જતાં સારવારમાં
રહેલા જેનકબેન સુલેમાન થેબા (ઉ.વ. 70)નું મોત થયું હતું. નાગલપરમાં રહેનાર નંદની આહીર નામની યુવતી
ગઈકાલે સવારે પોતાના ઘરે હતી, દરમ્યાન
બપોર પહેલાં કોઈ અગમ્ય કારણોસર તેણે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા.
બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ અંજારના હેમલાઈ
ફળિયાંમાં ગત તા. 30/1ના સવારના
અરસામાં બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનકબેન નામના વૃદ્ધા પોતાના ઘરે કામ કરી રહ્યા
હતા. દરમ્યાન તેમને ઝેરી જંતુ કરડી જતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં
લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે
તેમણે આંખો મીંચી લીધી હતી.