• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગોડપર-દહીંસરા વચ્ચે બાઈક સ્લિપ થતાં એકનું મોત : એક ઘાયલ

ભુજ/ગાંધીધામ, તા. 6 : તાલુકાના ગોડપર-દહીંસરા વચ્ચે ગઈકાલે રાતે બાઈક સ્લિપ થતાં ગોડપરના 51 વર્ષીય આધેડ ખીમજી ખમુભાઈ મહેશ્વરીનું  મોત નીપજ્યું હતું જ્યારે સાથેના પચાણ મહેશ્વરી ઘાયલ થયા હતા જ્યારે ગાંધીધામ તાલુકાના જવાહરનગર નજીક વાહનનું પૈડું બદલાવતી વખતે જેક છટકી જતાં ટ્રોલી નીચે દબાઇ જતાં લખનસિંઘ નંદકિશોરસિંઘ?(ઉ.વ. 43)નું મોત થયું હતું. આ અકસ્માત અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતક ખીમજીભાઈના પુત્ર ઉમેશભાઈ જાહેર કરેલી વિગતો મુજબ તા. 5/11ના તેમના પિતા ખીમજીભાઈ અને કૌટુંબિક દાદા પચાણભાઈ બાઈક નં. જી.જે. 12 એચ.બી. 2357વાળી લઈને ગોડપર-દહીંસરા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં બાઈક સ્લિપ થઈ જતા બન્ને ઘાયલ થયા હતા. આથી બન્નેને જી.કે. જનરલ હોસ્પિટલ તેઓ સારવાર અર્થે લઈ આવતા ફરજ પરના તબીબે ખીમજીભાઈને મૃત જાહેર કર્યા હતા. બીજીતરફ જવાહરનગર નજીક નીલકંઠ પાર્કિંગની બહાર ગઇકાલે બપોરે આ જીવલેણ બનાવ બન્યો હતો. લખનસિંઘ નામનો યુવાન ટ્રેઇલરમાં જેક લગાડી પૈડું બદલાવી રહ્યો હતો. પૈડું બદલાવી જેક નીચે ઉતારવા જતાં જેક છટકી જતાં ટ્રેઇલરની ટ્રોલી આ શ્રમિક ઉપર પડી હતી જેમાં તેનો હાથ?છુંદાઇ જતાં અને છાતી સહિતની જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang