• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

નાગલપુર શિવશક્તિ હનુમાન મંદિરે કાર્યક્રમો દ્વારા નિર્વાણતિથિની ઉજવણી

કોડાય, તા. 23 : નાગલપુર શિવશક્તિ હનુમાન મંદિરે કાલકાગિરિ મહારાજની 25મી નિર્વાણતિથિ ઊજવાઈ હતી. દિગંબર પ્રભાતગિરિ મહારાજનાં સાંનિધ્યમાં સમાધિ પૂજન તેમજ સંતવાણી યોજાયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતની ત્રણ લાખની ગ્રાન્ટમાંથી ગૌશાળા માટે શેડનું લોકાર્પણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીના હસ્તે કરાયું હતું. ભુવનેશ્વરગિરિ, ચંદ્રશેખરગિરિ, આઈશ્રી ગંગામા, ચેતનગિરિ, લખુગિરિ, દામોદરગિરિ, ભરતનાથજી, સુધાદીદી સહિત સાધુ-સંતો હાજર હતા. કાર્યક્રમમાં તા.પ. ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, દામજીભાઈ છાભૈયા, નાગલપરના સરપંચ શિવમગિરિ ગોસ્વામી, કથાકાર નિરંજનભાઈ વ્યાસ, જેઠાલાલભાઈ બોડા, રમેશભાઈ સેંઘાણી, પ્રવીણભાઈ મોતા, રમેશભાઈ થલેશ્વર, કશ્યપ પરમાર, પરાગભાઈ સાધુ, હસમુખ મહેશ્વરી, રમીલાબેન મહેશ્વરી, કિશોરભાઈ જોષી, વસંતગિરિ ગોસ્વામી, કાંતિલાલ રાબડિયા, વરજાંગભાઈ ગઢવી, ચંદુભા જાડેજા (કોકલિયા), ગૌરીશંકર કેશવાણી (ટુંડા) સાથે કાંકર-બનાસકાંઠાના ભક્તગણ હાજર હતા. મંડપના દાતા શામજીભાઈ વેકરિયા (શ્રીજી મંડપ), ભોજનના દાતા ગિરીશભાઈ મોતા, પાણીના દાતા ભાવેશભાઈ જોશી રહ્યા હતા. વ્યવસ્થા હરિશંકરગિરિ, યોગેશભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ દરજી, હાર્દિક મોતા, પપ્પુભાઈ વાળંદ, તુલસીગિરિ ગોસ્વામી, જખુભાઈ ભટ્ટ, કાર્યકરોએ સંભાળી હતી. શાત્રોક્તવિધિ દીપેશ મહારાજે કરી હતી. સંચાલન ભરતભાઈ બોડા અને આભારવિધિ હરજીભાઈ ગઢવીએ કરી હતી. 

Panchang

dd