રાયપુર તા.23 : સુકાની સૂર્યકુમાર યાદવની 14 મહિના અને 23 દાવ પછીની વિસ્ફોટક અર્ધસદીની સાથોસાથ ઇશાન કિશનની પણ આક્રમક
અર્ધસદીની મદદથી ન્યૂઝીલેન્ડ સામે બીજી ટી-20માં ભારતનો 7 વિકેટે પ્રભાવશાળી વિજય થયો હતો. ભારતે 209 રનનો વિજય લક્ષ્યાંક 1પ.2 ઓવરમાં જ હાંસલ કરીને 28 દડા બાકી રાખી જીત મેળવી હતી અને પ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થયું હતું. ભારતે 3 વિકેટે 209 રન કરીને લક્ષ્યવેધના તેના જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતીય
ટીમે અગાઉ 2023માં ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 209 રનનો લક્ષ્યવેધ કરી જીત મેળવી
હતી. શ્રેણીની ત્રીજી મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. સૂર્યકુમાર કેપ્ટન ઈનિંગ રમી
37 દડામાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 82 રને અણનમ રહ્યો હતો. તેના 360 ડિગ્રી બેટિંગ પરનું ગ્રહણ
આજે દૂર થયું હતું અને 23 દાવ પછી આ
ફોર્મેટમાં પ0 પ્લસ સ્કોર બનાવ્યો હતો. જયારે વાપસી કરનાર
ઇશાન કિશને 6 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ દબાણ મુકત રહી વિદ્યુતવેગી બેટિંગ કરીને 32 દડામાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 76 રનની અદભૂત ઇનિંગ રમી હતી.
તેના અને સૂર્યા વચ્ચે ત્રીજી વિકેટમાં ફકત 49 દડામાં 122 રનની મજબૂત
ભાગીદારી થઇ હતી. જયારે સૂર્યા અને શિવમ વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 37 દડામાં 81 રનનો ઉમેરો થયો હતો. આ કિશન-સૂર્યા-શિવમના
પાવર હિટિંગ દરમિયાન તમામ કિવિ બોલરની ભારે ધોલાઇ થઇ હતી. શિવમ દૂબે 18 દડામાં 1 ચોગ્ગા-3 છગ્ગા સાથે 36 રને અણનમ રહ્યો હતો. આથી ભારતે 1પ.2 ઓવરમાં જ 3 વિકેટે 209 રન કરી 7 વિકેટે જીત મેળવી હતી. સેમસન 6 અને અભિષેક ગોલ્ડન ડક થયો હતો. અગાઉ ભારતીય
કપ્તાન સૂર્યકુમારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે સમયાંતરે પડતી વિકેટ
વચ્ચે રન ગતિ ચાલુ રાખી 20 ઓવરમાં 6 વિકેટે 208 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો, જેમાં 8 છગ્ગા અને 24 ચોગ્ગા સામેલ હતા. ન્યૂઝીલેન્ડે શરૂઆત ઝડપી રહી હતી અને પહેલી વિકેટમાં 20 દડામાં 43 રનની ઝડપી ભાગીદારી કરી હતી.
જો કે, આ પછી બન્ને કિવિઝ ઓપનર ડવેન કોન્વે (19) અને ટિમ સિફર્ટ (24) આઉટ થયા હતા. ઉપરાઉપરી બે વિકેટ
છતાં કિવિઝની રન રફતાર ચાલુ રહી હતી. રચિન રવીન્દ્રે 26 દડામાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાથી 44 અને ગ્લેન ફિલિપ્સે 13 દડામાં 19 રન કરીને ત્રીજી વિકેટમાં 27 દડામાં પપ રનની ઝડપી ભાગીદારી
કરી હતી. ડેરિલ મિચેલ 18 અને માર્ક
ચેપમેન 10 રને આઉટ થયા પછી. ન્યૂઝીલેન્ડના
કેપ્ટન મિચેલ સેંટનરે ફિનિશર બની પાવર હિટિંગ કર્યું હતું. સેંટનર ફકત 27 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 47 રને અને તેના સાથમાં ઝેક ફોકલ્સ
8 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગા સાથે
1પ રને નોટઆઉટ રહ્યા હતા. ભારત તરફથી કુલદીપને
3પ રનમાં 2 વિકેટ મળી હતી. અર્શદીપે 4 ઓવરમાં પ3 રન લૂંટાવ્યા હતા. બાકીના બોલર્સના ફાળે
1-1 વિકેટ રહી હતી. ભારતીય ઇલેવનમાં
બુમરાહ અને અક્ષરના સ્થાને હર્ષિત અને કુલદીપને તક અપાઇ હતી.