• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ભુજમાં ગેરકાયદે હથિયાર રાખનારો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 11 : શહેરના અનમરિંગ રોડ પર દારૂના નશામાં રહેલા અને ગેરકાયદે પિસ્તોલ રાખનારા નિર્મલસિંહ પ્રવીણસિંહ ગોહીલને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન અનમ રિંગ રોડ પર વોકળા ફળિયા ગરબી નજીક દારૂના નશામાં રહેલા નંબરપ્લેટ વિનાની કાળા રંગની ટાટા હેરિયર લઈને આવતા શખ્સની પોલીસે અટક કરી હતી. ચાલકની અંગઝડતી લેવાતાં આધાર-પુરાવા વિનાની પિસ્તોલ ઝડપાઈ હતી. પોલીસે હથિયાર, વાહન અને મોબાઈલ કબજે લઈ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang