ગાંધીધામ, તા. 11 : અંજારના વરસામેડીમાં છકડામાં
સળીયા ભરતી વખતે વિજ શોક લાગતા ગાંધીધામના નૈતિક અશોક ભાનુશાળી (ઉ.વ. 17) નામના કિશોરે જીવ ખોયો હતો.
બીજી બાજુ ભચાઉ નજીક અજાણ્યા વાહને હડફેટમાં લેતા પ્રકાશ પરબત અવારીયા (કોળી) નામના
યુવાનનું મોત થયું હતું. ગાંધીધામમાં રહેનાર નૈતિક ભાનુશાળી નામનો કિશોર ગઇકાલે રાત્રે
વરસામેડીની ગાયત્રી સોસાયટીમાં હતો અહીં તે છકડા નંબર જી.જે. સી.વાય. 4082માં સળીયા ભરી રહ્યો હતો તેવામાં
લોખંડનો સળીયો ત્યાંથી પસાર થતી મુખ્ય વિજ લાઇનમાં અડી જતાં આ કિશોરને વિજ શોક લાગ્યો
હતો. જેનાં ઘવાયેલા આ કિશોરને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર
કર્યો હતો. બીજી બાજુ ગાંધીધામથી ભચાઉ જતાં ધોરી માર્ગ ઉપર ભચાઉ નજીક સતલુજ હોટેલ સામે
જીવલેણ અકસ્માત સર્જાયો હતો. તલાટીકમ મંત્રીનો સૌથી નાનો દીકરો એવો પ્રકાશ ગઇકાલે મોડી
રાત્રે અહીં પગપાળા જઇ રહ્યો હતો. ત્યારે બે સંતાનના પિતા એવા ઓ યુવાનને અજાણ્યા વાહને
હડફેટમાં લેતા તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના
તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ કેસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ
પ્રકાના મોટાભાઇ યોગેશ એવા રીયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.