• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી કુંદરોડીમાં ઝડપાયો

ભુજ, તા. 11 : મુંદરા તાલુકાના કુંદરોડી-પત્રી ત્રણ રસ્તા પાસેથી ચોરીના ગુનામાં સંડોવાયેલા સાહિલ સલીમ થેબાને પ્રાગપર પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, વાહન તપાસણીમાં રહેલી પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ ભરીને જણા રિક્ષાચાલક સાહિલની અટક કરી હતી. તેની આકરી પૂછપરછ કરતાં કોપર પ્લેટ સહિતના મુદ્દામાલની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી અને મુદ્દામાલ તથા વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે મુખ્ય આરોપી રફીક સૈયદ, બાવરો, શબ્બીર શેખ, અલ્તાફ શેકના નામ ખૂલતાં તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang