ગાંધીધામ, તા. 5 : રાપર તાલુકાના ગેડીમાં 90ના હજાર
પાકને નુકસાન મામલે બે જણ સામે ફોજદારી
નોંધાઈ હતી. ગેડીમાં ખેતીકામ કરતા નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પરમારે આરોપી ભરત
મુરા દૈયા, મુરા બાઉભાઈ દૈયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાપર તાલુકા
અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળની મંજૂર થયેલી જમીનમાં આરોપીઓએ ધારીયું અને
લાકડી સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ફરિયાદીએ વાવેલા જુવારના ઊભા પાકમાં
તહોમતદારોએ રોટાવેટર ચલાવીને નુકસાન થયું હતું તેમજ આરોપીએ ફરિયાદીને જાતિ અપમાનિત
કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.