• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પૂર્વ કચ્છમાં 53 હજારના દારૂ સાથે ચાર શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 6 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની બે કાર્યવાહી કરીને કુલ્લ રૂા. 53,300નો શરાબ હસ્તગત કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ચાર શખ્સ ઝડપાયા હતા, જ્યારે બે હાજર મળ્યા નહોતા. પોલીસે ગઇકાલે રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત આજે વહેલી પરોઢે પોલીસની એક ટીમ ભચાઉ ડીવાય.એસ.પી. કચેરી ખાતે રિપોર્ટ કરી પરત આવી રહી હતી, દરમ્યાન લાલ રંગની કારમાં દારૂ ભરીને અમુક શખ્સો ભીમાસરથી પલાંસવા બાજુ આવતા હોવાની પૂર્વ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે પલાંસવાથી દૂર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી તેવામાં બાતમીવાળી ગાડી આવતાં સરકારી ગાડી વચ્ચે મૂકી કારને રોકાવાઇ હતી. કાર નંબર જી.જે.-12-સી.પી.-8179માંથી દારૂ નીકળતાં પલાંસવાના કુણાલ રવજી ચૌહાણ, અરવિંદ વેલા ગોયલ, મેહુલ સવા પરમાર, પ્રકાશ પ્રભુ વણોલને પકડી પાડવામાં આવ્યા હતા. આ ગાડીમાંથી રોયલ કલાસિક, ગ્લોબલ સ્પિરિટ, કન્ટ્રી કલબ, વાઇટલેસ વોડકાના 180 મિ.લી.ના 432 કવાર્ટરિયા તથા બિયરના 24 ટીન એમ કુલ્લ રૂા. 45,600નો શરાબ જપ્ત કરાયો હતો. ખાંડેકના ભરત ધરમશી ખાંડેકાએ રૂા. 50,000માં આ દારૂ વેચી પોતાની કારમાંથી કાઢી આ શખ્સોને વેચાણ અર્થે આપ્યો હતો અને આ ચારેય તેનું છૂટકમાં વેચાણ કરવાના હતા. બીજી કાર્યવાહી અંજારના વરસામેડી સીમમાં બાગેશ્રી નગર-1 (ઓમનગર)ના પ્લોટ નંબર (58-બી)માં કરવામાં આવી હતી. આ મકાનમાંથી રૂા. 7700ની 22 બોટલ પોલીસે જપ્ત કરી હતી, પરંતુ પોતાના માણસો થકી દારૂનું વેચાણ કરનાર બુટલેગર કાનજી ઉર્ફે કાના વેલા બઢિયા નામનો શખ્સ ત્યાં હાજર મળ્યો નહોતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang