• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અંજારમાં વીજથાંભલામાં બાઈક ભટકાતાં કિશોરનું મોત

ગાંધીધામ/ભુજ, તા.24: અંજજારના સ્વામિ વિવેકાનંદ સોસાયટી ચાર રસ્તા પાસે વિજ થાંભલામાં બાઈક ભટકાતાં સોયબ ફિરોઝ સુમરા (ઉ.વ.16) નામના કિશોરનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામમાં 40થી 42 વર્ષિય અજાણ્યા ભિક્ષુકનું મોત થયું હતું જ્યારે ભુજ તાલુકાના રાયઘણપરમાં પણ એ ક અજાણ્યો પુરૂષ (આશરે 35 વર્ષ)નો મૃતદેહ ઓટલા પરથી મળ્યો હતો. જ્યારે શેખપીર પાસેની કંપનીમાં સીંગદાણા ભરવા આવેલા 33 વર્ષિય શ્રમિક કૃષ્ણા વિશ્ણુદયાદ રાયનું બે દિવસ પુર્વે ચક્કર આવતાં પડી જતાં મૃત્યુ પામ્યો હતો. અંજારના સ્વામિ વિવેકાનંદ સોસાયટી ચાર રસ્તા પાસેથી એક અજાણ્યો કિશોર ઘવાયેલ હાલતમાં મળી આવ્યો હતો તેને 108 મારફતે આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબિબે કિશોરને મૃત જાહેર કરી પોલીસને તેની જાણ કરી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે સોશ્યલ મિડીયા સહિતની મદદથી તપાસ હાથ ધરી હતી.  જેમાં આ કિશોર સોયેબ સુમરા હોવાનું તથા બે લોકો બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે વિજ થાંભલામાં બાઈક ભટકાતાં પાછળ બેઠેલા સોયેબને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું તેવું પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું. બીજી બાજુ ગાંધીધામમાં ચુંગીનામ પુલિયા નજીક 40થી 42 વર્ષિય અજાણ્યા યુવાનનું મોત થયું હતું. ભિક્ષુક જેવા લાગતા આ યુવાનની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી છે. તેના સંબંધીઓએ એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરતા એક યાદીમાં જણાવ્યું હતું. જ્યારે ભુજ તાલુકાના રાયઘણપરમાં આજે બપોરે ત્રેઈજાર મહેશ્વરી સમાજના મંદિરના આંગણામાં આવેલા ઓટલા ઉપર અંદાજે 35 વર્ષના અજાણ્યો પુરૂષ મૃત અવસ્થામાં પડયો હોવાથી ગ્રામજનો તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે સતાવાર મૃત ઘોષિત કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તેની ઓળખ જાણવા તપાસ આદરી છે. બીજી તરફ મુળ બિહાર હાલ મુંદરાના અદાણી વિલમારની સામે મહેબુબ કોલોનીમાં રહેતો કૃષ્ણારાય તા.22/6ના બપોરે શેખપીર નજીક આવેલી કિસાન ફાયબર કંપનીમાં શીંગદાણા આવેલી તેના ભાઈની આવેલી ટ્રકમાં સાથે આવ્યો હતો તે દરમ્યાન ગરમીના લીધે કૃષ્ણાને ચક્કર આવતાં તે પડી જતાં બેભાન થઈ જતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. કૃષ્ણાના ભાઈ બૈજુકુમારે પોલીસ સમક્ષ નોંધાવેલી વિગતો મુજબ કૃષ્ણાના મૃત્યુના બે દિવસ પૂર્વે જ કૃષ્ણાને આશાપુરા ટ્રાન્સપોર્ટના શેઠ નીલેશભાઈ તથા સુપરવાઈઝર મનુભાઈએ માર માર્યો હતો. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang