• બુધવાર, 22 મે, 2024

ભચાઉમાં રસ્તે રઝળતા ગૌવંશ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવા માંગ

ભચાઉ, તા. 20 : નગરમાં રખડતા આખલાઓને પકડીને પાંજરે પૂરવાની કાર્યવાહી ન કરાતાં નગરપાલિકાના જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે.   પૂર્વ કચ્છ પોલીસવડાને સંબોધીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, શુક્રવારના અહીંના ભટપાળિયા વિસ્તારમાં નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને ભચાઉ શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ લક્ષ્મીબેન ધૈયડા પુત્ર સાથે બાઈક પર જતા હતા. ત્યારે ગૌવંશની હડફેટે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. દશેક દિવસ અગાઉ એક જૈન વણિક મહિલા ગૌવંશની હડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. પાંચેક મહિના અગાઉ મહિલાનું મોત નિપજ્યું હતું. અન્ય એક બનાવમાં કારમાં પણ નુકસાની પહોંચાડી હતી. ભચાઉમાં ગૌવંશ ઝઘડવાના વારંવારના બનાવો ઉપરથી કોઈ બોધપાઠ લેવાતો નથી, જેથી જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે. તેમ છતાં કોઈ નિર્ણય નહીં લેવાય, તો ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડ દ્વારા જનઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang