• બુધવાર, 22 મે, 2024

ભુજના હેર સલૂનના બનાવમાં યુ-ટયુબ પર ઉશ્કેરતી ટિપ્પણી થતાં નગરસેવિકા દ્વારા ફરિયાદ

ભુજ, તા. 25 : થોડા દિવસ પૂર્વે શહેરના હેર સલૂનમાં બનેલા છેડતીના સમાચાર યુ-ટયુબ ચેનલમાં પ્રસાર થતાં કોમેન્ટ બોક્સમાં ઉશ્કેરણીજનક ટિપ્પણી થતાં આ અંગે શહેરની નગરસેવિકાએ ફરિયાદ નોંધાવી છે. એ-ડિવિઝન પોલીસ મથકે શહેરના નગરસેવિકા આઇશુબાઇ અલીમામદ સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ થોડા દિવસ પૂર્વે હેરસલૂનમાં છેડતીના ન્યૂઝ યુ-ટયુબ પર પ્રસારિત થતાં તેના કોમેન્ટ બોક્સમાં આરોપી પ્રફુલ્લ વાઘેલાએ ધાર્મિક લાગણી દુભાય તથા દ્વેષની લાગણી જન્મે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવી ટિપ્પણી કરતા ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 છાડવાડાની કંપની વસાહતમાં યુવાને ગળે ફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 25 : ભચાઉ તાલુકાના છાડવાડામાં આવેલ એક ખાનગી કંપનીની વસાહતમાં મેહુલ જોશી (ઉ.વ. 21) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. છાડવાડાની મિડવેક કંપનીમાં કામ કરતા અને તેની વસાહતમાં રહેનાર મૂળ બનાસકાંઠા ચમનપુરાના મેહુલ નામના યુવાને ગઇકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. ગઇકાલે આ યુવાન પોતાના રૂમ ઉપર હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે કપડા વડે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. તેણે કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang