• શનિવાર, 20 એપ્રિલ, 2024

મુંદરા આરટીઓ ચેકપોસ્ટના ઇન્સ્પેક્ટર કમિશનર કક્ષાએથી તપાસ બાદ સસ્પેન્ડ

ભુજ, તા. 22 : મુંદરામાં મોખા ચોકડીએ આવેલી આરટીઓ ચેકપોસ્ટ પર તાજેતરમાં કમિશનર કક્ષાએથી કરવામાં આવેલી સરપ્રાઈઝ તપાસમાં ફરજ પરના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડી. બી. બલદાણિયા ચેકપોસ્ટ ઉપર હાજર મળતાં તેમને આજે સસ્પેન્ડ કરવામાં આવતાં સંબંધિતોમાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. મળતી વિગત મુજબ આરટીઓની મુંદરા ચેકપોસ્ટ ઉપર ફરજ પરના અધિકારી હાજર રહેતા હોવાની અને ઓવરલોડ વાહનો સામેની તેમની કામગીરી મામલે કમિશનર કક્ષાએ ફરિયાદ કરવામાં આવતાં છઠ્ઠી ફેબ્રુઆરીએ ગાંધીનગર કક્ષાએથી ખાસ મહિલા અધિકારી વહેલી સવારે મોખા ચોકડીએ તપાસ ઉપર આવ્યા હતા, ત્યારે સંબંધિત આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર હાજર મળી આવ્યા હતા. પછી આજે સાંજે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ આરટીઓ શ્રી વાઘેલાએ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના સસ્પેન્શનને સમર્થન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અધિકારી પરિવહનકારો સાથેના તેમના વ્યવહાર થકી ચર્ચાસ્પદ બન્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang