ભુજ : રાજેન્દ્ર પોમલ (ઉ.વ. 63) તે ગં. સ્વ. સવિતાબેન કરશનલાલ પોમલના પુત્ર, દીપક, કીર્તિ,
રાજા, જયશ્રીબેન બિહારીલાલ મૈચા, રક્ષાબેન પ્રકાશ બારમેડાના ભાઇ, જયદીપના મોટાબાપા તા.
11-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-9-2026ના સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, સંતોષ સોસાયટી, ભુજ ખાતે.
ભુજ : જયેશ નરેન્દ્રભાઇ ઠક્કર (નિવૃત્ત બી.એસ.એન.એલ.) (ઉ.વ.
66) તે ગં.સ્વ. પુષ્પાબેન નરેન્દ્રભાઇ
રવજી ગણાત્રાના પુત્ર, વર્ષાબેનના
પતિ, સ્વ. કસ્તૂરબેન જયરામભાઇ ધનજી જોબનપુત્રા (ગાંધીધામ)ના જમાઇ,
નિધિ (દુબઇ)ના પિતા, યથાર્થ પરેશભાઇ ગણાત્રા (બી.એલ.વાય.એમ.)ના
મોટાબાપા, સુરેશભાઇ ઠક્કર (એસબીઆઇ-માંડવી)ના સાળા, નીરવ, ચાંદનીના મામા, વિધિ,
દિશાંતકુમારના મામાજી તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2026ના શનિવારે સાંજે 5થી 6 રૂખાણા હોલ, પ્રથમ માળ, લોહાણા મહાજનવાડી, વી.ડી.
હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
ભુજ : મેમણ અમીનાબેન અ.શકુર (ઉ.વ. 69) તે અ.શકુરભાઇ (મેમણ પાનવાળા)ના
પત્ની, સોયબ, સબીનાના માતા,
તોસીફ હાજી અ.સતાર અકબાની, ઇશરતબેનના સાસુ,
મ. અલીમોહમદભાઇ, મ. કાસમભાઇ, મ. અહેમદભાઇ, મ. યુનુસભાઇ, મ. ફાતેમાબેન
હાજી ઇબ્રાહિમભાઇના ભાભી, મ. અ.કાદરભાઇ, મ. હમીદભાઇ, યુસુફભાઇ (ધાનવાર)ના બહેન, રાહિલ, રોહાનના દાદી, માહિબના નાની
તા. 11-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-9-2026ના રવિવારે સવારે 10થી 11 ભાઇઓ તથા બહેનો માટે મેમણ જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : સાંધાણી શકીનાબેન સુલેમાન (ઉ.વ. 70) તે સાંધાણી ગની સુલેમાન, મજીદના માતા, સાહિલ,
સોહિલ, વસીમના દાદી, જીએજા
જાકીર હુશેન, કાસમ કુરેશીના સાસુ, સાંધાણી
જુસબના કાકી, સાંધાણી સુલેમાન ગગાના ભત્રીજાવહુ, સુલેમાન મામદ પારા (માંડવી)ના બહેન, આદિલ જીએજાના નાની
તા. 11-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-9-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મચ્છીપીઠ, ખોજા શેરી ખાતે.
નખત્રાણા : મૂળ ભાચુંડાના ગં.સ્વ. ગૌરીબેન પ્રેમજીભાઇ હંસોરા
(લુહાર) (ઉ.વ. 78) તે સ્વ. પ્રેમજીભાઇ ધનજીભાઇ
હંસોરાના પત્ની, ઉર્મિલાબેન (અમદાવાદ),
ચંદુભાઇ, ગીતાબેન, શૈલેશભાઇ,
લીનાબેન (ખોંભડી)ના માતા, ગં.સ્વ. દેવકીબેન કરશનભાઇ
પરમાર (ભચાઉ), સ્વ. શંકરલાલ, સ્વ. મૂળજીભાઇના
ભાભી, ગં.સ્વ. હીરાગૌરીબેન શંકરભાઇ હંસોરાના જેઠાણી, સ્વ. લાલજીભાઇ પરમાર (આદિપુર)ના પુત્રી, સંતીગાબેન,
વિનોદકુમાર (અમદાવાદ), હિતેષકુમાર (ખોંભડી)ના સાસુ,
નિખિલ, જયના દાદી, જિજ્ઞાબેન
(વડોદરા), દક્ષાબેન (ભુજ), હિંમતભાઇ,
ભરતભાઇના મોટીમા, અલ્પાબેનના મોટા સાસુ,
મહેન્દ્રભાઇ, જિતેન્દ્રભાઇ, પરેશભાઇના મામી, તા. 11-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-9-2026ના
સોમવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, ઉમિયાનગર, નખત્રાણા ખાતે.
કુરન (તા. ભુજ) : સોઢા વાઘજી અણધાજી હકાજી (ઉ.વ. 74) તે સોઢા હાલાજી અણધાજી, સોઢા ચાંદાજી અણધાજી, સ્વ. સોઢા માનસંગજી રતનજી, સ્વ. સોઢા સમેરાસિંહ રતનજી,
સ્વ. સોઢા કાનજી રતનજી, સ્વ. સોઢા દુજાજી લાલજી,
સોઢા કાનજી વેલાજી, સોઢા ભીભાજી વેલાજી,
સોઢા રાજમલજી દેશરજી, સોઢા ભૂપતાસિંહ નોઘણજી,
સોઢા સુરાજી જેઠાજીના ભાઈ, સોઢા નવલાસિંહ,
સોઢા ભરતાસિંહ, સોઢા અજિતાસિંહ, દશરથાસિંહના પિતા, સોઢા વિક્રમાસિંહ હાલાજીના મોટાબાપુ,
સોઢા વિજયરાજજી માનસંગજી, સોઢા જાલુભા માનસંગજી,
સોઢા સુરતાજી માનસંગજી, સોઢા રાણાજી સમેરાસિંહ,
સોઢા હભેરાજજી સમેરાસિંહ, સોઢા હઠુભા સમેરાસિંહ,
સોઢા ગોપાલજી કાનજી, સોઢા હેમરાજજી કાનજી,
સોઢા જયેન્દ્રાસિંહ કાનજી, સોઢા મહિપતાસિંહ કાનજી,
સોઢા ખેતાજી દુજાજી, સોઢા ચનુભા દુજાજી,
સોઢા રણજિતાસિંહ દુજાજીના કાકા, સોઢા નાગરાજાસિંહ
ભરતાસિંહના દાદા તા. 9-9-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 19-9-2026ના
શનિવારે સાંજે અને ઘડાઢોળ તા. 20-9-2026ના
રવિવારે સવારે નિવાસસ્થાને કુરન ખાતે.
રતનાલ (તા. અંજાર) : કાનજીભાઈ હીરાભાઈ કેશરાણી (વરચંદ) (ઉ.વ.
71) તે સ્વ. હીરાભાઈ ડેકાભાઈ કેશરાણીના
પુત્ર, શામજીભાઈ હીરાભાઈ કેશરાણી, નારણભાઇ હીરાભાઈ કેશરાણીના ભાઈ, સ્વ. હીરાભાઈ તેજાભાઈ
ભાણાભાઈ માતાના જમાઈ, ત્રિકમભાઈ કેશરાણી, રણછોડભાઈ કેશરાણી, દેવજીભાઈ કેશરાણી, ગોમતીબેન વાલજીભાઈ છાંગાના પિતા, રણછોડભાઈ શામજીભાઈ કેશરાણી,
નંદલાલભાઈ શામજીભાઈ કેશરાણી, મકનજીભાઈ શામજીભાઈ
કેશરાણી, રમેશભાઈ નારણભાઇ કેશરાણી, ભરતભાઈ
નારણભાઇ કેશરાણીના મોટાબાપા, નવીન ત્રિકમભાઈ, કિશોર ત્રિકમભાઈ, નવીન રણછોડભાઈ, રાહુલ રણછોડભાઈ, શંભુ દેવજીભાઈ, દીપક દેવજીભાઈના દાદા તા. 11-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, સ્મશાન શેરી, રતનાલ ખાતે.
લુડવા (તા. માંડવી) : વાલજીભાઈ ધનજીભાઈ ધોળુ (ઉ.વ. 66) તે સ્વ. લક્ષ્મીબેન ધનજીભાઈ
શિવજીભાઈ ધોળુના પુત્ર, મંજુલાબેનના
પતિ, લાલજીભાઈ, નાનજીભાઈ, મણિલાલભાઈ, ઈશ્વરભાઈ, લીલાબેન
(ગઢશીશા), હંસાબેન (રત્નાપર), સુશીલાબેન
(દેવપર-ગઢ)ના ભાઈ, પ્રજ્ઞાબેન (કુરબઈ), કેતનભાઈ, ધીરેનભાઈના પિતા, નીતેશભાઈ
(કુરબઈ), હેતલબેન, ધ્રુતિબેનના સસરા,
જૈનિક , નિવાન, દિશ્વી અને
અથર્વના દાદા, સ્વ. કરમશી માનણ પારસિયા (ભેરૈયા)ના જમાઈ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(બેસણું) તા. 12-9-2026ના શનિવારે સવારે 8.30થી 11 અને સાંજે 3થી 5 ઉમિયા માતાજી મંદિર, લુડવા ખાતે.
નાના ભાડિયા (તા. માંડવી) : ભુકેરા હાજિયાણી જેનાબાઈ (ઉ.વ.62) તે ભુકેરા હાજી અબુબકર હુશેનના
પત્ની. સિકંદર, મહેબૂબ, નરગીસના માતા, મ. હાજી રહેમતુલા વૈધ (ત્રગડી)ના પુત્રી,
અનવર (માજી સરપંચ ત્રગડી), અલીમામદ તથા ઈસમાઈલ
વૈધ (ત્રગડી)ના બહેન તા. 11-9-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાને
નાના ભાડિયા ખાતે.
ટુંડા (તા. મુંદરા) : કુંભાર મરિયમબાઈ અલીમામદ (ઉ.વ. 71) તે અનવર, ઇસ્માઇલ, યાકુબના માતા,
કાસમ ઇસ્માઇલ (ગુંદિયાળી), અબુબકર ઓસમાણ (ગુંદિયાળી)ના
સાસુ તા. 10-9-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-9-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 ઇબ્રાહિમશા
પીર દરગાહ કમ્પાઉન્ડ, ટુંડા ખાતે.
પદમપર (તા. રાપર) : લોદરિયા ભગવાનજી શંકરલાલ (ઉ.વ. 85) તે શંકરલાલ ભીમજીના પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ.
વાલજી, નંદરામ, સ્વ. ટપુલાલ, ગોદાવરીબેન, સ્વ. મનશીબેન, ભનીબેન,
ગંગાબેનના ભાઈ, લાભશંકર, સુરેશના પિતા, કનૈયાલાલ, જાદવજી,
બેચલાલ, વિસન, હરેશ,
નવીન, સવિતાબેન, દયાબેન,
સ્વ. નિમુબેન, ચંપાબેન, જમનાબેન,
કલાવંતીબેન, વનિતાબેનના કાકા, હાર્દિક, મિતલ, ભોલાભાઈ,
દશરથ, ભાવેશ, ધીરજ,
ભાવિક, સંજય, ધર્મેન્દ્ર,
આશિષના દાદા. યોગેશ બળવંતરાય બાસપિયાના નાના, જોષી
અમૃતલાલ જેઠાલાલ (ભચાઉ)ના જમાઈ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક તેમજ કાણ તા. 21-9-2026ના સોમવારે નિવાસસ્થાન પદમપુર
ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : જશમાબેન કેશાભાઇ પરગડુ (ઉ.વ. 60) તે કેશાભાઇ ડોસાભાઇ પરગડુના
પત્ની, દિનેશ, શિવજીના માતા,
કાન્તાબેન દિનેશ પરગડુ, સવિતાબેન શિવજી પરગડુના
સાસુ, મુસ્કાન, જેન્સી, અનોખી, આરોહી, જય, રાજ, તનવીના દાદી, બાંભણિયા વાલજીભાઈ
મંગાભાઇ (નખત્રાણા)ના બહેન તા. 11-9-2026ના અવસાન પામ્યા છે.
ધાર્મિક ક્રિયાઓ તા. 14-9- 2026ના
સાંજે આગરી અને તા. 15-9-2026ના
સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ફૂલવાડી વિસ્તાર, નેત્રા ખાતે.
વડાગામ (જિ. અરવલ્લી) : મૂળ હીરાપર કંપાના વાઘેલા ભાણજીભાઇ
(ઉ.વ. 74) તે ડાઇબેનના પતિ, સ્વ. પરમાબેન તથા સ્વ. સામજી કેશરા વાઘેલા
(મૂળ નાના અંગિયા)ના પુત્ર, પ્રવીણ, હસમુખ,
જગદીશ, મધુબેનના પિતા, ખીમજીભાઇ
(નખત્રાણા), લક્ષ્મણભાઇ (તલોદ), જેન્તીભાઇ
(હીરાપુર), ગંગાબેન ગોવિંદ લોંચા (માલપુર), કાન્તાબેન બાબુલાલ રાઠોડ (પાનધ્રો)ના ભાઇ, મોડાસાના સ્વ.
મીઠુભાઇ, મોહનભાઇ, વિઠ્ઠલભાઇ માલાભાઇ રાઠોડના
બનેવી, મનીષ, ભરત, નગિન, કુણાલ, જિતેન્દ્રના મોટાબાપા,
મલય, હની, જય, પ્રિયા, વેદ, કૃષ્ણ, નવ્યા, નીલક્ષના દાદા, નખત્રાણાના
ચાવડા બાબુલાલ કાનજી, રાજાભાઇ, સ્વ. ખેંગારભાઇ
પચાણભાઇ ચાવડા, સ્વ. જખીબેન પાંચાભાઇ પરમાર, ઉમાબેન ગોપાલ લોંચા (વિથોણ)ના ભાણેજ તા. 10-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 16-9-2026ના રાત્રે સત્સંગ તથા તા. 17-9-2026ના સવારે 10 વાગ્યે પાણીયારો તથા બેસણું
ઉમિયાનગર સામે, રાજપુર રોડ, વડાગામ ખાતે.
મુંબઇ (મુલુંડ) : લોધિકા નિવાસી દશા સોરઠિયા વણિક ભૂપતરાયભાઇ
(ઉ.વ. 85) તે સ્વ. કૈલાસબેનના પતિ, જયેશ, રાજેશ, નીતાના પિતા, ગીતા અને શિલ્પાના સસરા, પુનિત, કુણાલ, નેહાના દાદા તા.
10-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
પ્રથા બંધ છે.