• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

દિલ્હીમાં બ્રિક્સ : દુનિયાભરમાં ચર્ચા

નવી દિલ્હી, તા. 11 : ભારત દુનિયાના મોટા દેશોના નેતાઓની યજમાની કરવા જઈ રહ્યું છે. 12 અને 13 સપ્ટેમ્બરના દિલ્હીના ભારત મંડપમમાં બ્રિક્સનું 18મું શિખર સંમેલન યોજાવાનું છે. બ્રિક્સમાં વર્તમાન સમયે બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજીપ્ત, ઈથિયોપિયા, ઈરાન, યુએઈ, સાઉદી અરબ અને ઈન્ડોનેશિયા સામેલ છે. આ ઉપરાંત ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ પણ દિલ્હી પહોંચી રહ્યા છે.આ દરમિયાન વિશ્વભરના મીડિયામાં બ્રિક્સ સમિટ ઉપર પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. અમેરિકી સમાચાર એજન્સી એપીના રિપોર્ટમાં દિલ્હીને એક એવું મંચ બતાવવામાં આવ્યું છે જયાં બ્રિક્સ ના 11 દેશ વૈશ્વિક તણાવ અને આર્થિક મુદ્દે ચર્ચા કરશે. રોયટર્સના અહેવાલમાં ભારતની બ્રિક્સ અધ્યક્ષતા દરમિયાન ડિજીટલ ચુકવણીને સરળ બનાવવાની કોશિશ ઉપર ચર્ચાની વાત કરવામાં આવી છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત બ્રિકસ દેશોની કેન્દ્રીય ડિજીટલ મુદ્રાઓને જોડવાનો પ્રસ્તાવ આગળ વધારી રહ્યું છે. જેથી સમયે ચુકવણી સરળ અને ઝડપી બની શકે છે. પાકિસ્તાની મુખ્ય અખબાર ડોને બ્રિક્સની વધતી ભૂમિકા અને વર્તમાન વૈશ્વિક સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી. વધુમાં કહેવાયું હતું કે મોદીની અલગ અલગ રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત મહત્વની બની રહેશે. હકીકતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાન સહિત ઘણા મોટા નેતા બ્રિક્સમાં ભાગ લેવાના છે. જેના ઉપર આખી દુનિયાની નજર છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd