• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : હાજિયાણી કરીમાબાઇ હાજી ફકીરમામદ સમેજા (શિકારી) (ઉ.વ. 65) તે મ. હાજી ફકીરમામદ કાસમના પત્ની, ઇમરાન, મ. અબ્દુલા, મ. કાસમ, સુલેમાન, મ. કાસમ, મ. મજીદના માતા, હાજી ઉમર સિધિક સમેજા, હાજી ઇસ્માઇલ ઇબ્રાહિમ સમેજા, અબ્દુલગની જુમા થેબા, હાજી કાસમ આમદ (મુંદરા), સઈમ હાજી અનવરહુશેન સમેજા, કાસમ સુલેમાન સમેજાના સાસુ તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 11-9-2026ના શુક્રવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાવડાના કાંતિલાલ પારૂમલ ચંદે (ઉ.વ. 75) તે હસ્તાબેનના પતિ, સ્વ. હાંસબાઈ પારૂમલ લધારામના પુત્ર, સ્વ. ચાગાબેન ગોપાલજી બળિયાના જમાઈ, ભરત, દર્શન, મિત્તલના પિતા, ગાયત્રીબેન ભરતભાઈ, વિરેનના સસરા, રતનબેન તથા હરજીવનના ભાઈ, જયશ્રીબેન હરજીવનના જેઠ, તુલસીદાસ લધારામના ભત્રીજા, શશીકાન્ત, ચેતન, બાલાબેન, મુક્તાબેન, સ્વ. પ્રવિણાના બનેવી, આયુશી, ઉર્વિના દાદા, રુદ્ર, માન્યાના નાના, જીગર, રોનક, રાજના મોટાબાપા તા. 9-9-2026ના અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ જાંબુડીના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) જગદીશભાઈ વરૂ (ઉ.વ. 83) તે સ્વ. વેલુબેન અરજણભાઈ વરૂના પુત્ર, પુષ્પાબેનના પતિ, રોહિત, હર્ષા, ચેતનના પિતા, નૈતિક, હિતાર્થીના દાદા, ચાંદની વરૂ, પરેશભાઈ પરમારના સસરા, કાંતિભાઈ, સાંકળબેન, જયુબેન, લીલુબેન, કમળાબેન, લીલાવંતીબેનના ભાઈ તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 11-9-2026ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, જડેશ્વર મહાદેવ મંદિર પાસે, અંજાર ખાતે.

અંજાર : નર્મદાબેન કેશવજીભાઈ ચોટારા (ઉ.વ. 76) (ચોટારાપાવાળા) તે સ્વ. કેશવજીભાઈ આણદાભાઈ ચોટારાના પત્ની, સ્વ. મોંઘીબેન આણદાભાઈ ચોટારાના પુત્રવધૂ, સ્વ. સાકરબેન વેલજીભાઈ કાતરિયા (ચંદિયા)ના પુત્રી, પાર્વતીબેનના નણંદ, રમેશભાઈ કાતરિયાના બહેન, ગં.સ્વ. જશુબેન નારણભાઈ ચોટારા, જશુબેન શિવજીભાઈ ચોટારાના દેરાણી, વાલીબેન હીરજીભાઈ બાંભણિયા, જમનાબેન રમેશભાઈ બાંભણિયાના ભાભીનિલ્પાબેનના સાસુ, શાન્તિલાલ, સ્વ. બિપીનભાઈ, સ્વ. અમૃતબેન જગદીશભાઈ બાંભણિયા, ગં.સ્વ. મુકતાબેન રમેશભાઈ હડિયાના માતા, આયુષ, પિહુના દાદી, નીકિતા, માનસી, સલોની, સેજલ, ક્રિશ, ઓમના નાની તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-9-2026ના ગુરુવારે સાંજે 4થી પ શ્રીકૃષ્ણ વાડી (ગ્રાઉન્ડ ફલોર), વોરાસર સોસાયટી પાસે, અંજાર ખાતે.

અંજાર : ભરતભાઈ પરસોત્તમભાઈ ચૂનીલાલ શાહ (કિંજલ એન્ટરપ્રાઈઝ) (ઉ.વ. 70) તે મંજરીબેનના પતિ, મીનલબેન, કિંજલબેન (અંજાર નગરપાલિકા)ના પિતા, નીરવ રશ્મિકાન્ત શાહ (માંડવી)ના સસરા, વંશિકા, કલ્પના નાના, ધારીબાઈ અને પરસોત્તમભાઈ શાહ (માંડવી)ના પુત્ર, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. ચંપકબેન, સ્વ. મધુબેન, સ્વ. લતાબેનના ભાઈ, શૈલેશ, મેહુલના કાકા, સ્વ. ચંદનબેન ગુણવંતલાલ મણિલાલ દોશીના જમાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. કિશોરીબેન રમેશચંદ્ર શાહ (જબલપુર), સ્વ. બંસરીબેન કિરણભાઈ શાહ (ભુજ), નલિનીબેન ભરતભાઈ શાહ (અંજાર)ના બનેવી તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2026ના શુક્રવારે સવારે 11થી 12 વિવિધલક્ષી હોલ, જી.ઈ.બી. રોડ, નયા અંજાર ખાતે.

આદિપુર : મૂળ પ્યાકા (તા. માંડવી)ના હાલે મુંબઇ ચાગબાઇ જીવરામભાઇ ખીમજીભાઇ ભદ્રા (ઉ.વ. 67) તે સ્વ. ધનજીભાઇ ગોપાલજીભાઇ દામા (હમલા)ના પુત્રી, લક્ષ્મીદાસ, પ્રધાનભાઇ, રમેશચંદ્ર, મહેન્દ્રભાઇ, વિઠ્ઠલદાસ, અનસૂયાબેન રમેશભાઇ ગોરી, દેવિકાબેન ચંદુલાલ કટારમલ, નારણભાઇ, દિનેશભાઇ, ઉમેશભાઇ, વિનોદભાઇ, મૂરજીભાઇ, કાનજીભાઇના બહેન, નવીનભાઇ મમુભાઇ ચાંદરા (આદિપુર), હિંમતભાઇ માધવજીભાઇ ગજરા (ડોણ)ના મામી તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-9-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી સમાજવાડી, વોર્ડ 1-, આદિપુર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ સેલારીના મ.ક.સ.સુ. અમરશીભાઇ રામજીભાઇ દરજી તે સ્વ. અવલબેન રામજીભાઇ દરજીના પુત્ર, ગુણવંતીબેનના પતિ, ભાવેશ, જયેશ, કાજલ વિશાલ વાઘેલા (ભુજ)ના પિતા, જાગૃતિ, ફોરમના સસરા, મનસુખભાઇ રામજીભાઇ, દિવાળીબેન હસમુખભાઇ પરમાર (ગાંધીધામ), રમણીક, દિલીપ, અરૂણ, પ્રકાશ, પરેશ, તેજસ, કમલેશ, કલ્પેશ, અનિલના ભાઇ, જીતુબેનના દિયર, પીયૂષ, ઘનશ્યામ, સ્વ. હર્ષાના કાકા, ખુશાલ, ફાલ્ગુની ખુશાલ પીઠડિયા (ગાંધીધામ)ના મામા, સ્વ. હરજી, સ્વ. દેવશી, ખીમજી, શામજી, મહાદેવના ભત્રીજા, સ્વ. ભૂરા વસ્તા, સ્વ. માનસંગ કારાના પૌત્ર, સ્વ. લાલજી હરજી ડાભી (ભુજ)ના જમાઇ, સ્વ. બાપુભાઇ ભોજાભાઇ પરમાર, સ્વ. લવજીભાઇ ભોજાભાઇ પરમારના ભાણેજ, ક્રિષ્ના, કાવ્યા, નીતિકા, ધ્યાન, બ્રિઝાના દાદા તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા (મોરિયા) તા. 20-9-2026ના રવિવારે તેમજ પ્રાર્થનાસભા બપોરે 3થી 4 સોની સમાજવાડી, માધાપર ખાતે.

ચંદિયા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) પાર્થ ચાવડા (ઉ.વ. 32) (ગ્રામીણ બેંક-નાગલપર) તે સ્વ. ગૌરીબેન ગોપાલભાઇ ચાવડાના પૌત્ર, નયનાબેન જશવંતભાઇ ચાવડાના પુત્ર, રોશનીબેનના પતિ, ગં.સ્વ. તારાબેન નટવરલાલ વરૂના દોહિત્ર, ગિરીશભાઇના ભાણેજ, વનિતાબેન રિતેશભાઇ (ગેટકો-અંજાર), જ્યોતિબેન નીતિનભાઇ ચાવડા (વડોદરા)ના ભત્રીજા, કલ્પનાબેન, કિશોરભાઇ વેલજીભાઇ જેઠવા (આદિપુર)ના જમાઇ, જેકસો (વડોદરા), બંકિમ (કેનેડા), નિર્મલ, પૂજન (લાલો-ગેટકો), યશના ભાઇ, વૃંદાબેનના જેઠ, જિગર, છાયાબેન રોહનભાઇ વરૂ (નાગલપર)ના બનેવી તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 11-9-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 આહીર સમાજવાડી, ચંદિયા ખાતે.

બિદડા (તા. માંડવી) : ખીમજીભાઇ કમાભાઇ વિંઝોડા (ઉ.વ. 83) તે સ્વ. બીજાભાઈ, સ્વ. શામજીભાઈ, પાલાભાઈ, સ્વ. હીરબાઈ, પરમાબેનના ભાઈ, મેઘજી, કાનજી, ધનવંતરીબેનના પિતા, વીરચંદભાઈ ડોરૂના સસરા, ભાવના, જીનલ, જયશ્રી, જયંત, આર્યન, ડોલી, નેહા, દિશાના દાદા, પ્રકાશ, રોશની, પ્રતિક, હિનાના નાના તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 10-9-2026ના ગુરુવારે આગરી તથા તા. 11-9-2026ના શુક્રવારે પાણી નિવાસસ્થાન બિદડા ખાતે.

મેરાઉ (તા. માંડવી) : ગજણ સકીનાબાઈ (ઉ.વ. 76) તે મ. અબ્દુલા ઈસ્માઈલ (બુઢા)ના પત્ની, ગજણ અબુબકર (ગની), નારેજા કુલસુમ અનવર, નારેજા રસીદા સલીમ, ગજણ આયશુબાઈ સાલેમામદ, જુણેજા શેરબાનુ આરીફના માતા, મ. જકરિયા, મ. ઇબ્રાહિમ, હાજી જુસબ, કાસમના ભાભી, ઈઝહાન, ઉમેહાનીના દાદી તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-9-2026ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મેરાઉ ખાતે.

ભોરારા (તા. મુંદરા) : જાડેજા મોઘીબા (ઉ.વ. 85) તે સ્વ. રાણુભા નાનુભાના પત્ની, ધીરુભા રાણુભાના માતા, કેણુભા રવાજી, હેમુભા જશાજી, ટપુભાના કાકી, વિક્રમસિંહના મોટાબા, જીતુભા, ઘનશ્યામસિંહ, દિગ્વિજયસિંહ, રમેશસિંહ, જયદીપસિંહના દાદી, અભિરાજસિંહના મોટા દાદી તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી જેસલપીર દાદાના મંદિરે, ભોરારા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : મૂળ નલિયાના હાલે મુંબઇ હાજી આમદ ઇસ્માઇલ લુહાર (ઉ.વ. 96) તે આરીફ, આમીરના પિતા, સિધક અલીમામદ, અબ્દુલ, લતીફ અલીમામદ, હનીફ ઉમરના મામા તા. 8-9-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. જિયારત તા. 13-9-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 થેમ મસ્જિદ, કોઠારા ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : મોહનલાલ વાલજી બાપટ (ઉ.વ. 85) તે સ્વ. અરવિંદાબેનના પતિ, પ્રાણજીવનભાઇ, સ્વ. શિવજીભાઇ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. ગંગાબેન, ધનાબેનના ભાઇ, ભગવતીબેનના જેઠ, લતાબેન, રેખાબેન, હિનાબેન, કિરણભાઇના પિતા, ઘનશ્યામભાઇ ભટ્ટ, સુનીલભાઇ છત્રે, હિમાન્સુભાઇ છત્રે, આશાબેનના સસરા, કિશોરભાઇ વેલજી કાનડેના બનેવી, દક્ષ અને આદિતીના દાદા, પ્રિતેષ, રમેશ, હેમલના મોટાબાપા, નિધિબેન, સાગર, જીત, વંશિકા, સ્નેહા, પ્રાવિના નાના, ફાલ્ગુનીબેનના નાનાજી સસરા, ધાર્મી અને જીતવાના પરનાના તા. 9-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2026ના શુક્રવારે સવારે 9થી સાંજે 6 સુધી નિવાસસ્થાન વરાડિયા ખાતે.

ખટિયા (તા. લખપત) : ગાંગજીભાઇ વિશ્રામભાઇ જાંજાણી તે સ્વ. વિશ્રામભાઇના પુત્ર, શિવજીભાઇ, મેઘજીભાઇ, ચાંપશીભાઇ, લખમશીભાઇના મોટા ભાઇ, માના, રાધા, પરેશ, રાજેશ, વાલજીના પિતા, સ્વ. પચાણભાઇ જુમાભાઇ ખોખર (વાલ્કા મોટા)ના જમાઇ તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 11-9-2026ના અને ઘડાઢોળ તા. 12-9-2026ના સવારે નિવાસસ્થાન ખટિયા ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ ગુંદિયાળીના ગં.સ્વ. અંજનાબેન શાહ (ઉ.વ. 80) તે રમેશભાઇ ભગવાનદાસ શાહના પત્ની, પ્રશાંતના માતા, કિરણના સાસુ, તન્વી વત્સલ શાહના દાદી, સ્વ. તારાબેન પ્રભુદાસભાઇ મેઘાણીના પુત્રી, સ્વ. વિરેશ મેઘાણી, કલ્પના જયંતભાઇ દેસાઇના બહેન તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd