મુંબઈ, તા.9: ઇજાને લીધે શ્રીલંકા વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણી
બહાર થનાર બેટર સાઇ સુદર્શનનાં સ્થાન માટે બીસીસીઆઇની પસંદગી સમિતિએ વિકલ્પ શોધી લીધો
છે. સાઇ સુદર્શનના સ્થાને મુંબઈના બેટર સરફારાઝ ખાનની ટીમ ઇન્ડિયામાં વાપસી થશે. સરફરાઝને
શ્રીલંકા રવાના થવા માટે કહી દેવામાં આવ્યું છે. સરફરાઝ ખાનને પ્રથમ ટેસ્ટની ઇલેવનમાં
તક મેળશે કે કેમ એ જોવાનું છે. કારણ કે ડાબોડી બેટધર દેવદત્ત પડીક્કલે અભ્યાસ મેચમાં
142 રનની અણનમ ઇનિંગ રમીને વનડાઉનનું સ્થાન પાકું કરી લીધું છે. ભારત - શ્રીલંકા વચ્ચેનો પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટ ગોલ ખાતે રમાશે. સરફરાઝ ખાન ભારત તરફથી 6 ટેસ્ટની 11 ઇનિંગ્સમાં 37.10ની સરેરાશથી 371 રન કરી ચૂક્યો છે. જેમાં 150 રન શ્રેષ્ઠ સ્કોર છે. સરફરાઝ તેની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર-2024માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી.