• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

કેનેડા ઓપનમાં અપસેટ : સબાલેંકાને હરાવી એલેકજેંડ્રોવા ક્વાર્ટર ફાઇનલમાં

ટોરન્ટો, તા. 9 : કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મોટો ઉલટફેર થયો છે. રશિયાની 19મા ક્રમની ખેલાડી એકાતેરિના એલેકજેંડ્રોવાએ વિશ્વ નંબર વન અને ચાર વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન ઝેક ગણરાજ્યની ખેલાડી આર્યના સબાલેંકાને હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. રૂસી ખેલાડી એલકજેંડ્રોવાનો સબાલેંકા વિરુદ્ધ 7-6, 4-6 અને 6-4થી લડાયક વિજય થયો હતો. સબાલેંકા સામે તેનો આ પ્રથમ વિજય છે. મહિલા સિંગલ્સના અન્ય એક મેચમાં યુક્રેનની એલિના સ્વિતોલિનાએ અમેરિકાની અમાંડા અનિસિમોવાને 6-2 અને 6-4થી હાર આપી કેનેડા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Panchang

dd