• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

જ્યાં સુધી હું પીએમ, પેલેસ્ટાઈન દેશ બનશે નહીં : નેતન્યાહુ

નવી દિલ્હી, તા. 9 : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઇઝરાયલે ગાઝા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 15-મુદ્દાની શાંતિ યોજનાને નકારી કાઢી છે. નેતન્યાહુએ કહ્યું કે, જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે તેના શસ્ત્રો સોંપી ન દે, ત્યાં સુધી તેઓ પાછા નહીં હટે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું પીએમ છું, પેલેસ્ટાઈન દેશ બનશે નહીં. ઇઝરાયલ 15-મુદ્દાના દસ્તાવેજને નકારી કાઢે છે, એમ નેતન્યાહુએ કેબિનેટની બેઠકમાં ગયા મહિને હમાસ દ્વારા મંજૂર કરાયેલી યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ઇઝરાયલી સૈન્ય `જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે નિ:શસ્ત્ર ન થાય, ત્યાં સુધી સેના પાછી ખેંચાશે નહીં.' ગયા મહિને, ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યોજનામાં એક મોટી સફળતાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, હમાસે શસ્ત્રો મૂકવાની સંમતિ આપી છે. જો કે, શાંતિ બોર્ડે હમાસના નિ:શસ્ત્રીકરણ સાથે ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોને તબક્કાવાર પાછા ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રીમંડળની બેઠકમાં, નેતન્યાહુએ કહ્યું કે, જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે નિ:શસ્ત્ર ન થાય, ત્યાં સુધી ઇઝરાયલી સંરક્ષણ દળો ગાઝામાંથી પાછા નહીં હટે. નેતન્યાહુએ કેબિનેટ બેઠકમાં એ દાવા પણ ફગાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈઝરાયલે ટ્રમ્પનો ગાઝા પ્લાન માની લીધો છે.

Panchang

dd