• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

કુડા નજીક 3.3ના કંપનથી ધરા ધ્રૂજી

ભુજ, તા. 9 : કચ્છની ધરા 23 દિવસ બાદ ફરી એકવાર ત્રણથી વધુની તીવ્રતાના કંપનથી ધ્રૂજી ઊઠી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યાનુસાર આજે બપોરે 1.34 કલાકે રાપરથી 15 કિ.મી. દૂર રામવાવ-ખેંગારપર વચ્ચે કુડા ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતું 3.3ની તીવ્રતાનું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયું હતું. વાગડના કેન્દ્રબિંદુ નજીકના ગામોમાં આ કંપનની અનુભૂતિ થઇ હતી. જિલ્લામાં છેલ્લે 16 જુલાઇના ત્રણથી વધુની તીવ્રતાનું કંપન નોંધાયું હતું.

Panchang

dd