• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

જેમિમા ધ હંડ્રેડમાંથી બહાર : એશિયા કપમાં રમવું સંદિગ્ધ

નવી દિલ્હી, તા.9: સ્નાયુ ખેંચાઇ જવાની ઇજાને લીધે ભારતીય મહિલા ટીમની યુવા ઉપર જેમિમા રોડ્રિગ્સ ધ હંડ્રેડ લીગની બહાર થઇ ગઇ છે. જેમિમાનું આગામી એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં રમવું પણ શંકાસ્પદ છે. જેમિમાએ સઘર્ન બ્રેવ ટીમ તરફથી 6 ઇનિંગમાં 35.75ની એવરેજથી 143 રન કર્યા હતા અને સારા ફોર્મમાં હતી. તેના સ્થાને ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ચાર્લી નોટ ટીમમાં સામેલ થઇ છે. એશિયા કપ દુબઇમાં તા.28 ઓગસ્ટથી શરૂ થવાનો છે. જેમિમા ભારત પરત ફરી ચૂકી છે અને તેણીએ બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇ સેન્ટર ઓફ એકસિલન્સીમાં ઇજામાંથી બહાર આવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમિમાનું એશિયા કપમાં હિસ્સો બનવાનું ચિત્ર એકાદ સપ્તાહમાં સ્પષ્ટ થશે.

Panchang

dd