• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ભુજ : પાણીપૂરી ખાધા બાદ પૈસા માગતાં હુમલો

ભુજ, તા. 9 : શહેરના સંજોગનગર વિસ્તારમાં પાણીપૂરી ખાધા બાદ રૂપિયા માગતાં ઉશ્કેરાયેલા શખ્સે પાણીપૂરીની લારી ચલાવતા આધેડ સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. આટલું જ નહીં, શખ્સે લારી પર રાખેલું એલ્યુમિનિયમ અને કાચનું કાઉન્ટર તોડી નાખ્યું હતું. ભુજના `' ડિવિઝન પોલીસ મથકે, મૂળ ઉત્તરપ્રદેશના સતીશબાબુ આદિરામ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે સાંજે તે સંજોગનગર જત ટી હાઉસ પાસે પાણીપૂરીની લારી લઈને ઊભા હતા, ત્યારે ત્યાં જ રહેતો સાહિલ દાઉદ અજડિયા પાણીપૂરી ખાવા આવ્યો હતો. સાહિલ પાણીપૂરી ખાધા બાદ પૈસા આપ્યા વગર જવા લાગતાં ફરિયાદીએ તેની પાસે રૂપિયા માગ્યા હતા. આથી સાહિલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સતીશબાબુને ગાળો આપી, ધાકધમકી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ગુસ્સામાં તેણે પાણીપૂરીની લારી પર રાખેલું એલ્યુમિનિયમ અને કાચનું કાઉન્ટર પોતાના હાથના ઘા મારીને તોડી નાખ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd