ભુજ, તા. 9 : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન દ્વારા આયોજિત જુનિયર
ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીકટ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઝાયડસ કપમાં કચ્છ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસીએશનની
ટીમે ગ્રુપ એની મેચમાં સારો દેખાવ કરીને બરોડા ટીમને 1-0થી હાર આપીને આગેકૂચ કરી હતી. વડનગરમાં આયોજિત સ્પર્ધામાં નીનાબેન બંભાણિયાના ગોલની
મદદથી કચ્છે વડોદરાને આંચકો આપ્યો હતો. બરોડા મજબૂત લેખાય છે ત્યારે કચ્છનું પ્રદર્શન
નોંધપાત્ર છે.