• મંગળવાર, 21 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : શેખ રૂકશાનાબેન (ઉ.વ. 51) તે શેખ અકબર (વીડિયો શૂટિંગવાળા)ના પત્ની, રોશનબાનુ, સમાબાનુ, સાજીદાબાનુ, સેઝાન, મુસ્કાનબાનુના માતા, નાસીરખાન (મહેતા-સીટી)ના પુત્રી, ઇકબાલના બહેન તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-4-2026ના બુધવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : લીલાબેન નટુભાઈ સોલંકી (ઉ.વ. 75) તે વિનોદભાઈ, જિતેન્દ્રભાઈના માતા, મગનભાઈ ગાંડાભાઈ સોલંકીના ભાભી, દિલીપભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ, સ્વ. અશોકભાઈના કાકી તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-4-2026ના સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાને વાલ્મીકિ નવાવાસ, દાદુપીર રોડ, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : પ્રજાપતિ મંજુલાબેન કાંતિભાઇ (ઉ.વ. 65) તે સ્વ. કાંતિભાઇ દેવાભાઇ પ્રજાપતિ (મૂળ લાડોલ, તા. વિજાપુર, જિ. મહેસાણા હાલે ભુજ)ના પત્ની, ભાવેશના માતા, વર્ષાબેનના સાસુ, પ્રજાપતિ રાકેશ જગદીશભાઇ, પ્રજાપતિ પ્રકાશ જગદીશભાઇ, પ્રજાપતિ ડિમ્પલબેન પ્રકાશભાઇ, પ્રજાપતિ પારૂલબેન રાકેશભાઇના કાકી, પ્રજાપતિ જશોદાબેન જગદીશભાઇના જેઠાણી, આરોહી, રુદ્ર, હેત, વિહાન, પરિધી, દિયાંશના દાદી તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-4-2026ના સવારે 8થી 11 જલારામ મંદિર સામે, રઘુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ ખાતે.

ભુજ : પડેયાર જુણસ આમદ (ઉ.વ. 56) તે હારુન અને લતીફના ભાઇ, જાવેદ, સલીમ, ફિરોઝ, સુલતાન, સોહિલ, સમીરના પિતા, ગુલામ અને ઇમરાનના મોટાબાપા તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-4-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન આત્મારામ સર્કલ, ગીતા માર્કેટ, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ભચાઉના ગં.સ્વ. ગૌરીબેન ઠક્કર (સોનેતા) (ઉ.વ. 75) તે સ્વ. પ્રવીણભાઈ જેરામભાઈ ઠક્કર (સોનેતા) (નિવૃત્ત તલાટી)ના પત્ની, સ્વ. કલ્યાણજી પોપટલાલ જોબનપુત્રા (આધોઈ)ના પુત્રી, સ્વ. હીરબાઈ જેરામભાઈ રતનશી ઠક્કરના પુત્રવધૂ, સ્વ. ચંદુલાલભાઈ (રાજકોટ), શશિકાંતભાઈ (મુંબઈ), સ્વ. ડો. શાંતિલાલભાઈ (આદિપુર), સ્વ. રમેશભાઈ (ભચાઉ), સ્વ. અરાવિંદભાઈ (ભુજ), સ્વ. વિમળાબેનના ભાઈના પત્ની, શંકરભાઈ (આદિપુર), ગીતાબેન (રાપર), જયશ્રીબેન (આદિપુર), ભાવનાબેન (ભુજ)ના બહેન, બીનાબેન જગદીશભાઈ (કોટડા-ચકાર), આશાબેન સતીશભાઈ (ભચાઉ), પ્રકાશભાઈના માતા, ભાવનાબેનના સાસુ, પ્રદીપભાઈ (નખત્રાણા)ના મામી, જેનિલના દાદી, મીત, કાવ્યા, દર્શના નાની તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા - લૌકિક વ્યવહાર રાખેલ નથી)

આદિપુર : મૂળ કુંદરોડીના ગં.સ્વ. અરુણાબેન વેદાંત (ઉ.વ. 78) તે સ્વ. કાંતિલાલ (શંભુભાઈ) કેશવજી વેદાંતના પત્ની, સ્વ. દેવકાબેન હરિલાલ ભાણજીના પુત્રી, સ્વ. વીરબાઈ કેશવજી વેદાંતના પુત્રવધૂ, અલ્પાબેન, સીમાબેન, શિલ્પાબેન, ભરતભાઈના માતા, નીલેશભાઈ, સંજયભાઈ, નયનભાઈ, ફાલ્ગુનીબેનના સાસુ, મંથન, શ્રુતિના દાદી, કાજલ અને રાજનના દાદીસાસુ, સ્વ. ઝવેરીભાઈ, સ્વ. મૂળજીભાઈ, મનહરભાઈ, હિંમતભાઈ, સ્વ. ચંચલબેન અંબાલાલ, સ્વ. ઉમરબેન લક્ષ્મીશંકરના ભાભી, સ્વ. બાલાબેન, મંજુલાબેન, પ્રમિલાબેનના જેઠાણી, નિશાંત, આદિત્ય, અવની, દેવાંશીના નાની, હરશિવના પરનાની તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-4-2026ના મંગળવારે સાંજે 4થી 5.30 ખારવા સમાજવાડી, કપિલમુનિ આશ્રમની પાસે, એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, આદિપુર ખાતે.

અંજાર : મૂળ જાટાવાડા (તા. રાપર)ના અનોપાસિંહ કનુભા વાઘેલા (ઉ.વ. 69) તે ભીખુભા કાનુભાના મોટા ભાઈ, શક્તાસિંહ, વિજયાસિંહના પિતા તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-4-2026ના સાંજે 5.30થી 6.30 ચિત્રકૂટ 3/બી, ગરબી ચોક ભાઈઓ માટે તેમજ બહેનો માટે ચિત્રકૂટ 3/96 ખાતે.

નખત્રાણા : કુંભાર બાંયાબાઇ (ઉ.વ. 80) તે મ. જુમ્માના પત્ની, નૂરમોહમદ, મીઠુ, મ. ઉસ્માનના માતા, હાજી રમજાન, હાજી કાસમ, હાજી મુસાના કાકી, કુંભાર જુસબ આમદ (મોટી ખોંભડી)ના બહેન તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-4-2026ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નવાનગર, નખત્રાણા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : જોગી કરસન જેસા (ઉ.વ. 32) તે જાનબેનના પુત્ર, જયાબેનના પતિ, અશ્વિન તથા ભાવેશના પિતા, જેઠાલાલ તથા વાલજીના ભત્રીજા, કાનજી તથા ભરતના મોટા ભાઇ તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-4-2026 અને તા. 24-4-2026ના નિવાસસ્થાન માનકૂવા ખાતે.

મોટી ભાડઇ (તા. માંડવી) : મૂળ બાગના હંસાબા ચાવડા (ઉ.વ. 65) તે સ્વ. કરશનજીના પત્ની, નવુભા, હનુભા, જયેન્દ્રસિંહ, કિરીટસિંહના માતા, રાજેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, જયપાલસિંહ, જયદીપસિંહ, લગધીરસિંહ, વીરેન્દ્રસિંહના દાદી તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તથા પ્રાર્થનાસભા તા. 21-4થી 27-4-2026 સુધી.

વવાર (તા. મુંદરા) : મેઘબાઇ સામરા ધાંધુકિયા (ઉ.વ. 73) તે સામરાભાઇના પત્ની, સ્વ. બાબુભાઇ, હરિભાઇ, રામભાઇ, ગોપાલભાઇના માતા, જશરાજ, હિરલના દાદી તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-4-2026ના નિવાસસ્થાન વવાર ખાતે.

ખોંભડી મોટી (તા. નખત્રાણા) : હાલે વલસાડ ચંપાબેન વિઠ્ઠલગિરિ ગૌસ્વામી (ઉ.વ. 80) તે સ્વ. શંભુગિરિ રેવાગિરિના પુત્રવધૂ, સ્વ. વિઠ્ઠલગિરિ શંભુગિરિના પત્ની, સ્વ. કાકુગિરિ, સ્વ. બુધગિરિ, સ્વ. જીવણગિરિ, પ્રતાપગિરિ, સ્વ. લક્ષ્મીબેન (ઘડુલી), સ્વ. વિરબાળાબેન (કોઠારા)ના ભાભી, સ્વ. નાનબાઇના દેરાણી, દેવકાબેન, કૌશલ્યાબેન, દમયંતીબેનના જેઠાણી, સ્વ. હરેશગિરિ, જેન્તીગિરિ, હંસાબેન ધીરજગિરિ (માધાપર)ના માતા, કલ્પનાબેનના સાસુ, રોહિતગિરિ, જયગિરિ, ભાવિનગિરિના દાદી, પ્રાચીબેનના દાદીસાસુ, વિવેકગિરિ, યશગિરિના નાની, સ્વ. વલ્લભગિરિ સેજગિરિ (ખુઅડા)ના પુત્રી, સ્વ. બુધગિરિ, સ્વ. ભીમગિરિ, માધવગિરિ, પરષોત્તમગિરિ, સ્વ. વસનબેન, સ્વ. જશોદાબેન, સ્વ. હાંસબાઇના બહેન તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-4-2026ના ગુરુવારે બપોરે 3થી 4 લોહાણા મહાજનવાડી, ખોંભડી મોટી ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : સમેજા મરિયમબાઇ કાસમ (ઉ.વ. 90) તે સિધીક, મુસા, અયુબના માતા, હસન, આધમના દાદી તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 21, 22, 23-4-2026 મંગળવારથી ગુરુવાર સુધી નિવાસસ્થાન નિરોણા ખાતે.

મંજલ નવી (તા. નખત્રાણા) : ઝવેરબેન હળપાણી (ઉ.વ. 89) તે સ્વ. કાનજીભાઈના પત્ની, તારાબેન (આણંદપર), હીરાબેન (દેવપર), ખેતાભાઇ, કસ્તૂરબેન (આનંદસર), અમૃતભાઈના માતા, અનસૂયાબેન (નારાણપર), નયનાબેન (ગઢશીશા), સંજય, મનોજ, યોગિતા (વિથોણ), સંગીતા (જિયાપર), કવિતા, વિવેક, પૂર્વીના દાદી, આરાધ્યા, ક્રિશિવના પડદાદી તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21 અને 22-4-2026 મંગળવાર અને બુધવાર (બે દિવસ) સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, નવી મંજલ ખાતે.

નાગલપર (તા. નખત્રાણા) : હાલે મડગામ (ગોવા) ખીમજીભાઈ (શંકરભાઈ) ધનજીભાઈ ધોળુ (ઉ.વ. 70) તે ચંપાબેનના પતિ, ગૌતમભાઈ, કમલેશભાઈના પિતા, પર્લ, નેહાલ, નીલ, નિમાયના દાદા, સ્વ. વિશ્રામભાઈ ધનજીભાઈ ધોળુના ભાઈ તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-4-2026ના સવારે 8.30થી 10 નાગલપર ખાતે.

મુંબઇ : મૂળ કાઠડાના ગં.સ્વ. દમયંતીબેન જોશી (ઉ.વ. 73) તે સ્વ. નારાયણજી જોશીના પત્ની, સ્વ. રાજુલબેન પેકાભાઈ સુંબડ (મંજલ)ના પુત્રી, નીલેશ, ભાવેશ, મીના, હંસા, મંજુ, અલ્પાના માતા, નીલમ, નીતા, જયંતીલાલ, સ્વ. કિશોરભાઈ, સ્વ. જયેશભાઈ, રાજેશભાઈના સાસુ, રોમાંચ, આકાંચ, કશ્તી, અદિતિના દાદી, મનાલી, પલકુમારના દાદીસાસુ, જેનિકા, માહિરના પરદાદી, અવની, વૈદેહી, દ્રષ્ટિ, ઋષભ, યશ્રી, જુગલ, સ્વ. દીપેશ, તુષાર, ચેતન, નિમેષ, ઉમેશના નાની તા 19-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-04-2026ના મંગળવાર સાંજે 5થી 7 મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આરઆરટી રોડ, મુલુંડ વેસ્ટ ખાતે.

Panchang

dd